જેનિફર મિસ્ત્રીએ, નિર્માતા આસિત મોદી પર ગંભીર આરોપ લગાવ્યા
નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) લોકપ્રિય શો ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'' ના નિર્માતા આસિત કુમાર મોદી ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કલાકારોએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે. શોમાં શ્રીમતી રોશન સોઢીનું પાત્ર ભજવતી અભિનેત્રી,
આસિત મોદી અને જેનિફર મિસ્ત્રી ફાઈલ ફોટો


નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના નિર્માતા આસિત કુમાર મોદી ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કલાકારોએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે. શોમાં શ્રીમતી રોશન સોઢીનું પાત્ર ભજવતી અભિનેત્રી, જેનિફર મિસ્ત્રીએ પણ આસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, જેનિફરે તેમની સામે કેસ દાખલ કર્યો હતો અને તેણીએ આ કેસ પણ જીતી લીધો છે. હવે ફરી એકવાર જેનિફરે આસિત મોદી વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેનાથી ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં શ્રીમતી સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા આસિત મોદી પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. જેનિફરે જણાવ્યું હતું કે, એક વખત તે વિઝા સંબંધિત સમસ્યાઓને કારણે રડવા લાગી હતી, ત્યારે અસિત મોદીએ ફોન પર કહ્યું હતું કે, તું કેમ રડી રહી છે ? જો તું અહીં હોત, તો હું તને ગળે લગાવી દેત, તને ચુંબન પણ કરત. જેનિફરે એ પણ ખુલાસો કર્યો કે, 2019 માં સિંગાપોરના શૂટિંગ દરમિયાન, અસિત મોદીએ તેને હોટલના રૂમમાં આવીને વ્હિસ્કી પીવાની ઓફર કરી હતી, જેથી તે કંટાળી ન જાય. આ ખુલાસાઓથી આ લોકપ્રિય શોની ટીમ ફરી એકવાર વિવાદોમાં આવી ગઈ છે.

જેનિફર મિસ્ત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે, સિંગાપોર પ્રવાસ દરમિયાન, આસિત મોદી તેની નજીક આવીને કહ્યું, તમારા હોઠ ખૂબ જ સેક્સી છે, મને તને પકડીને ચુંબન કરવાનું મન થાય છે. જેનિફરના આ નિવેદનથી બધાને આશ્ચર્ય થયું છે. તેણે શોમાં 'ભિડે'નું પાત્ર ભજવતા મંદાર ચંદવાદકરને પણ આ વાત કહી હતી, પરંતુ જેનિફરના મતે, મંદારે તે સમયે તેણીને ટેકો આપ્યો ન હતો. આ ખુલાસા પછી, સોશિયલ મીડિયા પર દર્શકોની તીવ્ર પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande