જૂનાગઢનાં પોલીસ તાલીમ મહાવિધાલય ફાયરીંગ બટનાં આસપાસનાં ૧ કીલોમીટરનાં વિસ્તારમાં પ્રવેશબંધી
જૂનાગઢ 29 જુલાઈ (હિ.સ.) પોલીસ મહાનિરીક્ષક અને આચાર્ય, પોલીસ તાલીમ મહાવિધાલય, બીલખા રોડ, જૂનાગઢ સંસ્થા ખાતે તા. ૩૧/૦૭/૨૦૨૫ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં જૂનાગઢનાં ફાયરીંગ બટ ખાતે લોકો તથા વાહનોની અવર જવર જણાતા અધિક જી
જૂનાગઢનાં પોલીસ તાલીમ મહાવિધાલય ફાયરીંગ બટનાં આસપાસનાં ૧ કીલોમીટરનાં વિસ્તારમાં પ્રવેશબંધી


જૂનાગઢ 29 જુલાઈ (હિ.સ.) પોલીસ મહાનિરીક્ષક અને આચાર્ય, પોલીસ તાલીમ મહાવિધાલય, બીલખા રોડ, જૂનાગઢ સંસ્થા ખાતે તા. ૩૧/૦૭/૨૦૨૫ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં જૂનાગઢનાં ફાયરીંગ બટ ખાતે લોકો તથા વાહનોની અવર જવર જણાતા અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ પી.એ.જાડેજા તેમને મળેલ સત્તાની રુએ તાત્કાલીક અસર થી ૩૧/૦૭/૨૦૨૫ સુધી જૂનાગઢનાં ફાયરીંગ બટનાં આસપાસનાં એક કીલોમિટરની રેંન્જમાં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૬-૦૦ થી સાંજનાં ૧૯-૦૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande