પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા.30 જુલાઈ 2025ના રોજ સવારે 11 કલાકે પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારીઓના સંબોધન તથા માર્ગદર્શન માટેનો કાર્યક્રમ બાયસેગના માધ્યમથી યોજાનાર છે.જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, હોલ ખાપટ ખાતે 30 જુલાઈના રોજ કાર્યક્રમ યોજાશે. જેમાં પોરબંદર જિલ્લાની કૃષિ સખી, કૃષિ સહાયક, જિલ્લાના કૃષિ,બાગાયત,આત્માના અધિકારીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો તેમજ પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા પોરબંદર જિલ્લા અને તાલુકાના સંયોજકોને આ માર્ગદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન મેળવશે તેમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ પોરબંદર વિભાગની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya