નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.)
દિલ્હી પ્રીમિયર લીગ (ડીપીએલ) 2025નું ભવ્ય
ઉદ્ઘાટન 2 ઓગસ્ટના રોજ,
રાજધાનીના પ્રતિષ્ઠિત અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે થવાનું છે. લીગની બીજી આવૃત્તિ
રંગબેરંગી ઉદ્ઘાટન સમારોહથી શરૂ થશે, જેમાં સંગીત અને મનોરંજનનો જબરદસ્ત સંગમ જોવા મળશે. ગયા
વર્ષની જેમ, આ વખતે પણ ઘણા
મોટા સ્ટાર્સ સ્ટેજ પર જોવા મળશે જેથી ઓપનિંગ નાઇટને ખાસ બનાવી શકાય.
આ વર્ષના ઉદ્ઘાટન સમારોહમાં, પંજાબી પોપ સેન્સેશન સુનંદા શર્મા, રેપ સુપરસ્ટાર
રફ્તાર અને પ્રખ્યાત હિપ-હોપ કલાકાર કૃષ્ણા તેમના પ્રદર્શનથી વાતાવરણને સંગીતમય
અને ઉત્સાહી બનાવશે.
ડીડીસીએના પ્રમુખ રોહન જેટલીએ જણાવ્યું હતું કે, દિલ્હી પ્રીમિયર
લીગની બીજી આવૃત્તિ શરૂ કરીને અમને ખૂબ આનંદ થાય છે. આ ફક્ત ખેલાડીઓ અને ટીમો માટે
જ નહીં, પરંતુ સમગ્ર શહેર
અને તેના ચાહકો માટે પણ એક નવી શરૂઆત છે. આ વખતે લીગમાં મહિલા અને પુરુષ ક્રિકેટને
સમાન પ્રાથમિકતા આપવામાં આવશે અને યુવા પ્રતિભાઓને ઉભરવાની પૂરતી તક મળશે.
ઉદઘાટન મેચ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ અને ડિફેન્ડિંગ
ચેમ્પિયન ઈસ્ટ દિલ્હી રાઇડર્સ વચ્ચે રમાશે.જેમાં નવદીપ સૈની, અનુજ રાવત, આયુષ બદોની અને
દિગ્વેશ રાઠી જેવા સ્ટાર્સ, મેદાન પર ચમકશે.
પુરુષ વર્ગની ફાઇનલ મેચ 31 ઓગસ્ટ 2025 ના રોજ રમાશે, જ્યારે 1 સપ્ટેમ્બર રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. મહિલા
ટુર્નામેન્ટ 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ 2025 સુધી ચાલશે, જેમાં ચાર ટીમો
ભાગ લેશે. આ વખતે લીગમાં આઠ પુરુષોની ટીમો અને ચાર મહિલા ટીમો વચ્ચે, રોમાંચક મેચ
જોવા મળશે.જેમાં ચાહકો સંપૂર્ણપણે, સામેલ થશે અને ઉભરતી પ્રતિભાઓને
પ્લેટફોર્મ પણ આપશે.
ડીપીએલ 2025 ફક્ત ક્રિકેટનો જ ઉત્સવ નહીં, પણ દિલ્હીના
જીવંત અને ઉર્જાવાન વાતાવરણનો પણ ઉત્સવ હશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ