કલકતા, નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.)
દેશભરમાં સાયબર છેતરપિંડીના લગભગ 900 કેસોમાં નામ ધરાવતા પતિ-પત્નીની, કૂચ બિહાર પોલીસે બિહારના
દરભંગાથી ધરપકડ કરી છે. આ દંપતી સામે ડઝનબંધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં
સાયબર છેતરપિંડીના 900 થી વધુ કેસ
નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર,”આ લોકોએ અત્યાર સુધીમાં 48 લાખ 15 હજાર રૂપિયાની છેતરપિંડી કરી છે.”
બુધવારે સવારે જિલ્લા પોલીસ દ્વારા જારી કરાયેલા એક
નિવેદનમાં જણાવાયું છે કે,” ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ શુભજીત બલ્લવ અને રિયા
હલદર બલ્લવ તરીકે થઈ છે. બંને મૂળ નાદિયા જિલ્લાના રાણાઘાટના રહેવાસી છે. આ
દંપતીને, અગાઉ મુર્શિદાબાદ જિલ્લાના જાંગીપુર પોલીસ સ્ટેશન દ્વારા પણ પકડવામાં
આવ્યું હતું, પરંતુ જામીન પર
બહાર આવ્યા પછી, તેઓએ ફરીથી સાયબર
છેતરપિંડી શરૂ કરી.”
કૂચ બિહાર જિલ્લાના પોલીસ અધિક્ષક દુતિમાન ભટ્ટાચાર્યએ
જણાવ્યું હતું કે,” સાહેબગંજ અને તુફાનગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે કેસની
તપાસ દરમિયાન, આ દંપતી બિહારના
દરભંગામાં એક હોટલમાં રોકાયેલું મળી આવ્યું હતું. તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કૂચ
બિહાર લાવવામાં આવ્યા હતા.”
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે,” આ દંપતી સરહદી
વિસ્તારોમાં બીએસએફચોકીઓની સામે સ્થિત ગ્રાહક સેવા બિંદુઓ (સીએસપી) ને નિશાન બનાવીને
લોકોને છેતરતા હતા. આરોપીઓ બીએસએફઅધિકારીઓ, કંપની કમાન્ડર અથવા નિરીક્ષક તરીકે ઓળખાતા લોકોને ફોન કરતા
હતા અને કહેતા હતા કે, જો તેઓ પૈસા મોકલે તો તેમને રોકડ અથવા કમિશનમાં પરત કરવામાં
આવશે. જ્યારે લોકો બીએસએફકેમ્પ પર પહોંચતા ત્યારે તેમને ખ્યાલ આવતો હતો કે, તેમની
સાથે છેતરપિંડી થઈ છે.”
પોલીસે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ પોર્ટલ પર શુભજીતનો મોબાઈલ
નંબર તપાસ્યો ત્યારે જાણવા મળ્યું કે,” તેનો નંબર ફક્ત 2024માં 877 એફઆઈઆરમાં નોંધાયેલો
હતો, જ્યારે 2025 માં અત્યાર
સુધીમાં 68 એફઆઈઆર નોંધાઈ છે.
આમાંથી 19 કેસ ફક્ત કૂચ
બિહાર જિલ્લામાં નોંધાયેલા છે.”
પોલીસના જણાવ્યા અનુસાર, “ઉત્તર પ્રદેશમાં 183, રાજસ્થાનમાં 1૦7, તેલંગાણામાં 77, મહારાષ્ટ્રમાં 6૦, દિલ્હીમાં 55, બિહારમાં 54, તમિલનાડુમાં 49 અને
પશ્ચિમ બંગાળમાં 43 કેસ નોંધાયા છે. આ ઉપરાંત દેશના વિવિધ કેન્દ્રશાસિત પ્રદેશોમાં
પણ 258 કેસ નોંધાયા છે.”
પોલીસ આ છેતરપિંડીના રેકેટમાં બીજું કોણ કોણ સંડોવાયું છે
તેની તપાસ કરી રહી છે. ઉપરાંત, આ દંપતીએ કેટલા નકલી ઓળખ કાર્ડ અને એકાઉન્ટનો ઉપયોગ કર્યો
હતો તે પણ શોધી કાઢવામાં આવી રહ્યું છે. પોલીસનું માનવું છે કે,” આ છેતરપિંડીનું
નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયેલું હતું અને તેના વાયર અન્ય રાજ્યોના ગુનેગારો સાથે
પણ જોડાયેલા હોઈ શકે છે.”
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / ગંગા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ