પૂંછ માં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલુ, બે આતંકવાદીઓ માર્યા ગયા હોવાની શક્યતા
પૂંછ, નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). બુધવારે વહેલી સવારે પૂંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જોકે, હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ, આગળની ચોકીઓ આગળ શંકાસ્પદ પ્રવૃત્તિઓના કેટલાક અહેવાલો બાદ, પૂંછ સેક્ટરમાં સમગ્ર નિયંત્રણ રેખાને, ખાસ કરીને બાબા બુદ્ધ અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને હાઇ એલર્ટ પર મૂકવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે આતંકવાદીઓનું એક જૂથ નિયંત્રણ રેખા તરફ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ સેનાના જવાનોએ સમયસર જવાબ આપ્યો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધી વિસ્તારમાં ગોળીબાર ચાલુ હતો.

એક્સ પર એક પોસ્ટમાં આ વાતની પુષ્ટિ કરતા, વ્હાઇટ નાઈટ કોર્પ્સે લખ્યું કે, પૂંછ સેક્ટરના સામાન્ય વિસ્તારમાં વાડ નજીક અમારા સૈનિકોએ બે વ્યક્તિઓની શંકાસ્પદ ગતિવિધિ જોઈ અને ગોળીબાર થયો. ઓપરેશન ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

 rajesh pande