હરદીપે ઇતિહાસ રચ્યો, અંડર-17, ગ્રીકો-રોમન કુસ્તીના 11૦ કિગ્રા વર્ગમાં વિશ્વ ચેમ્પિયન બન્યો
નવી દિલ્હી, ૩૦ જુલાઈ (હિ.સ.) ભારતના હરદીપે એથેન્સ (ગ્રીસ) માં આયોજિત અંડર-17 વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપમાં 11૦ કિગ્રા ગ્રીકો-રોમન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીતીને દેશનું નામ રોશન કર્યું. ફાઇનલ મેચમાં, હરદીપે ઈરાનના યઝદાન રઝા ડેલરુઝને કઠ
કહેૂગ


નવી દિલ્હી, ૩૦ જુલાઈ (હિ.સ.) ભારતના હરદીપે એથેન્સ (ગ્રીસ) માં આયોજિત

અંડર-17 વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપમાં 11૦ કિગ્રા ગ્રીકો-રોમન વર્ગમાં સુવર્ણ

ચંદ્રક જીતીને દેશનું નામ રોશન કર્યું.

ફાઇનલ મેચમાં, હરદીપે ઈરાનના યઝદાન રઝા ડેલરુઝને કઠિન મેચમાં કલાઈટેરિયમના

આધારે હરાવ્યો, કારણ કે મેચ ૩-૩

થી ડ્રો રહી હતી.

હરદીપે ક્વોલિફિકેશન રાઉન્ડમાં કઝાખસ્તાનના બાકતુર

સોવેતખાનને 2-૦ થી હરાવ્યો. રાઉન્ડ ઓફ 16 માં, તેણે પોલેન્ડના માટેઉસ યારોસ્લાવ ટોમેલ્કાને 4-2 થી

હરાવ્યો. આ પછી, તેણે ક્વાર્ટર

ફાઇનલમાં યુક્રેનના એનાતોલી નોવાચેન્કોને 9-૦ થી હરાવ્યો.

સેમિફાઇનલમાં, હરદીપે તુર્કીના એમરુલ્લાહ કાપકાનને 4-2 થી હરાવીને

ફાઇનલમાં પ્રવેશ કર્યો અને અંતે ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીત્યો.

હરદીપનો વિજય, ભારતની યુવા કુસ્તી પ્રતિભાઓ માટે પ્રેરણારૂપ

છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande