નવી દિલ્હી, ૩૦ જુલાઈ (હિ.સ.) કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ
ગયા વર્ષે વાયનાડ ક્ષેત્રમાં થયેલા અકસ્માત અંગે, કેન્દ્ર સરકારના વલણ પર સવાલ
ઉઠાવતા તેમણે કહ્યું કે,” એક વર્ષ પછી પણ વાયનાડ અકસ્માતના પીડિતો સંઘર્ષ કરી
રહ્યા છે. સરકારે પીડિતો માટે મોકલવામાં આવેલી સહાય, લોનના રૂપમાં મોકલી તે ખૂબ જ
દુઃખદ છે. પીડિતોનું દેવું માફ કરવું જોઈએ.”
પ્રિયંકા ગાંધીએ સંસદ ભવનમાં પત્રકારોને જણાવ્યું હતું કે, તે લોકો તે લોન
કેવી રીતે ચૂકવશે? કેન્દ્ર સરકાર
માટે આ નાની રકમ છે, વડાપ્રધાને આ
પૈસા માફ કરવા જોઈએ.
પ્રિયંકાએ કહ્યું કે,” સંસદમાં ચાલી રહેલી ચર્ચાને કારણે તે
વાયનાડ પહોંચી શકી નથી, પરંતુ તેમણે
ત્યાંના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. વાયનાડના લોકો માટે આ ખૂબ જ દુઃખદ
રહ્યું છે અને તેઓ તેમના દુઃખને, ખૂબ જ ઊંડાણપૂર્વક અનુભવે છે, કારણ કે તેમને
ત્યાંના લોકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે.” પ્રિયંકાએ કહ્યું કે,” વાયનાડના લોકો
ટૂંક સમયમાં, આ દુર્ઘટનામાંથી બહાર આવશે અને તેમના જીવન સાથે આગળ વધી શકશે.”
હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ