બાર્સેલોનાના ડિફેન્ડર જુલ્સ કૌન્ડેએ, ક્લબ સાથે 2030 સુધી નવા કરાર પર હસ્તાક્ષર કર્યા
સિઓલ, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.) એફસી બાર્સેલોનાના ડિફેન્ડર જુલ્સ કૌન્ડેએ બુધવારે પુષ્ટિ આપી કે,” તેણે ક્લબ સાથે 2030 સુધી પાંચ વર્ષનો નવો કરાર કર્યો છે. જોકે ક્લબે હજુ સુધી આ સમાચારની સત્તાવાર જાહેરાત કરી નથી, ફ્રેન
કરાર


સિઓલ, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.)

એફસી બાર્સેલોનાના ડિફેન્ડર જુલ્સ કૌન્ડેએ બુધવારે પુષ્ટિ આપી કે,” તેણે ક્લબ સાથે

2030 સુધી પાંચ

વર્ષનો નવો કરાર કર્યો છે. જોકે ક્લબે હજુ સુધી આ સમાચારની સત્તાવાર જાહેરાત કરી

નથી, ફ્રેન્ચ

આંતરરાષ્ટ્રીય ખેલાડીએ કોરિયન પ્રવાસ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે આ માહિતી

આપી હતી.”

કૌન્ડેએ કહ્યું, કોન્ટ્રાક્ટ સંબંધિત બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ

છે. હવે તે થોડા દિવસોની વાત છે જ્યારે તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

તેમણે એમ પણ ઉમેર્યું કે,” તેઓ આ ઝડપથી થયેલ વાતચીતથી ખૂબ જ ખુશ છે.”

તેમણે વધુમાં કહ્યું, બાર્સેલોના અને મારી વિચારસરણી એક જ છે. હું આ

ટીમનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. આ એક મહત્વાકાંક્ષી ક્લબ છે અને અમે, દર વર્ષે

ટાઇટલ માટે લડી શકીએ છીએ.

નોંધનીય છે કે, કૌન્ડેએ ગયા સિઝનમાં કોપા ડેલ રે ફાઇનલમાં

રિયલ મેડ્રિડ સામે નિર્ણાયક ગોલ કર્યો હતો, જેના કારણે બાર્સેલોનાને વિજય મળ્યો હતો.

26 વર્ષીય જુલ્સ કાઉન્ડે 2૦22માં સેવિલાથી બાર્સેલોનામાં

જોડાયા હતા અને તેમણે ક્લબ માટે અત્યાર સુધીમાં 141 મેચોમાં સાત ગોલ કર્યા છે.

શરૂઆતમાં તેમને સેન્ટર-બેક તરીકે કરારબદ્ધ કરવામાં આવ્યા હતા, પરંતુ તાજેતરના

સીઝનમાં તેમણે પોતાને રાઇટ-બેક તરીકે પણ સાબિત કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande