ઓનલાઈન ટાસ્કના બહાને વેપારી સાથે રૂ. 18.38 લાખની છેતરપિંડી
પાટણ, 31 જુલાઈ (હિ.સ.) : રાધનપુરના ઓડવાસ વિસ્તારમાં વસવાટ કરતા 36 વર્ષીય વેપારી મહમદ સલીમ પ્યાર મહમદ અલ્લારખાભાઈ શેખ સાથે ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને વધુ વળતરની લાલચ આપી રૂપિયા 18.38 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનમાં
ઓનલાઈન ટાસ્કના બહાને વેપારી સાથે રૂ. 18.38 લાખની છેતરપિંડી


પાટણ, 31 જુલાઈ (હિ.સ.) : રાધનપુરના ઓડવાસ વિસ્તારમાં વસવાટ કરતા 36 વર્ષીય વેપારી મહમદ સલીમ પ્યાર મહમદ અલ્લારખાભાઈ શેખ સાથે ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને વધુ વળતરની લાલચ આપી રૂપિયા 18.38 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનમાં પાંચ અજાણ્યા મોબાઈલ ધારકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, 22 ઓક્ટોબર 2024થી 8 જાન્યુઆરી 2025 દરમિયાન આરોપીઓએ તેમને વોટ્સએપ લિંક મોકલી બે અલગ અલગ ગ્રુપમાં જોડ્યા હતા. આ ગ્રુપ્સના નામ A92-INDmoney Private Limited Wealth Management અને A92-Cheetah Plan Exchange Group હતા, જેમાં ટાસ્ક પૂર્ણ કરી વધુ નફો કમાવાની લાલચ આપવામાં આવી હતી.

આરોપીઓએ વેપારીને વિશ્વાસમાં લઈને જુદી જુદી તારીખે અને અલગ-અલગ બેંક ખાતાઓમાં રૂ. 18,38,601 ટુકડે ટુકડે ટ્રાન્સફર કરાવ્યા હતા. ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. વસાવા દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં BNS ડલમ 61(2), 319(2), 318(4), 316(2) અને IT એક્ટની કલમ 66(ડી) હેઠળ તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande