પાટણ, 31 જુલાઈ (હિ.સ.) : શંખેશ્વર તાલુકાના ખંડિયા સર્કલથી લોલાડા જતા રસ્તે ભરવાડવાસના નાકા પાસે 28 જુલાઈ 2025ના રોજ એક દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો. ફતેગંજ ગામના રહેવાસી સરોજબેન (ઉ.વ. 30) અને તેમના પતિ મુકેશભાઈ વેરશીભાઈ ઠાકોર (ઉ.વ. 30) દશામાના વ્રત માટે સામગ્રી લઈને પિકઅપ ડાલામાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ભરવાડવાસના નાકા પાસે શંખેશ્વરના પરેશ અને ઈશ્વરભાઈએ તેમનું વાહન અટકાવી ગાળો બોલી પિકઅપ ડાલાનું કાચ તોડી નાખ્યું હતું. ત્યારબાદ સરોજબેનના કપડાં ખેંચી તેમની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો અને બંનેને માર માર્યો હતો. થોડા સમય પછી ચાર અન્ય શખ્સો બાઈક પર આવી દંપતીને વધુ ગાળો બોલી ધમકી આપી હતી.
આ ઘટના અંગે પીડિત દંપતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધાઈ ગયો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓના પકડવા માટે કાર્યવાહી ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર