પાટણમાં ગાંજાની હેરાફેરી, એક આરોપી પકડાયો, મુખ્ય સપ્લાયર ફરાર
પાટણ, 31 જુલાઈ (હિ.સ.) : પાટણ પોલીસે ગેરકાયદેસર ગાંજાની હેરાફેરી કરતી વખતે એક વ્યક્તિને પકડી પાડ્યો છે, જ્યારે મુખ્ય સપ્લાયર ફરાર થવામાં સફળ રહ્યો છે. મળતી માહિતી મુજબ, પાટણના મોતીશા દરવાજા પાસે એકતા પાર્ક સોસાયટી ખાતે રહેતા અનિલભાઈ ખેંગારભાઈ પરમાર (
પાટણમાં ગાંજાની હેરાફેરી, એક આરોપી પકડાયો, મુખ્ય સપ્લાયર ફરાર


પાટણ, 31 જુલાઈ (હિ.સ.) : પાટણ પોલીસે ગેરકાયદેસર ગાંજાની હેરાફેરી કરતી વખતે એક વ્યક્તિને પકડી પાડ્યો છે, જ્યારે મુખ્ય સપ્લાયર ફરાર થવામાં સફળ રહ્યો છે. મળતી માહિતી મુજબ, પાટણના મોતીશા દરવાજા પાસે એકતા પાર્ક સોસાયટી ખાતે રહેતા અનિલભાઈ ખેંગારભાઈ પરમાર (ઉંમર 40)ને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો. તેની એક્ટિવા (GJ-24-A-3454)માંથી 528 ગ્રામ ગાંજો મળ્યો હતો, જેની કિંમત ₹5,280 થઈ છે.

પોલીસે રેડ દરમિયાન અનિલ પરમાર પાસેથી ₹5,000 નો મોબાઈલ ફોન અને ₹25,000 ની એક્ટિવા સહિત કુલ ₹35,280નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછ દરમિયાન અનિલે કબૂલ્યું કે આ ગાંજાનો જથ્થો પાટણના રશિયનનગરમાં રહેતા કલ્પેશ ઉર્ફે રાજુ જાદવે આપ્યો હતો.

પોલીસે કલ્પેશને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સ્થળ પર હાજર ન હોવાથી ફરાર થઈ ગયો. અનિલ પરમાર વિરુદ્ધ NDPS અધિનિયમ હેઠળ કલમ 8(c), 20(b)(ii)(a), 22(a), 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. ફરાર આરોપીને પકડવા માટે શોધખોળ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande