ભારતીય જનતા પાર્ટી દ્વારા સરપંચ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
અમરેલી, 6 જુલાઈ (હિ.સ.) : અમરેલી શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરપંચ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, જિલ્લાના ભાજપ પ્રમુખ અતુલ કાનાણી તથા અનેક ધારાસભ્યો અને સ્થાનિક ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સરપંચ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું


અમરેલી, 6 જુલાઈ (હિ.સ.) : અમરેલી શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરપંચ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, જિલ્લાના ભાજપ પ્રમુખ અતુલ કાનાણી તથા અનેક ધારાસભ્યો અને સ્થાનિક ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સન્માન સમારોહમાં અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી નવીન નિમણૂક પામેલ સરપંચઓ વિશેષરૂપે હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સરપંચઓને શોલ ઓઢાડી અને સન્માનપત્ર આપી તેમનો સન્માનપૂર્વક શુભેચ્છા પાઠવી હતી.

વિશિષ્ટ મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગ્રામ પંચાયત આપણા દેશની લોકશાહીની પ્રથમ પંખડી છે, જ્યાંથી વિકાસની સફર શરૂ થાય છે. આ નવા સરપંચશ્રીઓ ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગ્રામજનો સુધી પહોંચાડે એ આશા વ્યક્ત કરી હતી.

કૌશિક વેકરીયાએ જણાવ્યું કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ગ્રામ્ય વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે, જેને અસરકારક રીતે અમલમાં લાવવાનો મહત્વનો ભાગ સરપંચશ્રીઓ ભજવે છે.

અતુલ કાનાણીએ સરપંચશ્રીઓ ને ગામના લોકો સાથે સહકારથી કાર્ય કરીને ગામોને સ્વાવલંબન અને સર્વાંગી વિકાસ તરફ લઈ જવા માટે પ્રોત્સાહિત કર્યા.

આ કાર્યક્રમ ભાઈચારા અને વિકાસની ભાવના સાથે સમાપ્ત થયો અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓને નવી ઊર્જા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande