બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે, ચૂંટણી પંચે ગેરમાર્ગે દોરનારા નિવેદનોથી સાવધ રહેવાની સલાહ આપી
નવી દિલ્હી, 6 જુલાઈ (હિ.સ.) ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, બિહારમાં એસઆઈઆર(સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) ની પ્રક્રિયા 24 જૂને જારી કરાયેલી સૂચનાઓ અનુસાર સંપૂર્ણ પારદર્શિતા સાથે સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી રહી છે. પંચે પુનરોચ્ચાર કર્ય
બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે, ચૂંટણી પંચે ગેરમાર્ગે દોરનારા નિવેદનોથી સાવધ રહેવાની સલાહ આપી


નવી દિલ્હી, 6 જુલાઈ (હિ.સ.) ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, બિહારમાં એસઆઈઆર(સ્પેશિયલ

ઇન્ટેન્સિવ રિવિઝન) ની પ્રક્રિયા 24 જૂને જારી કરાયેલી સૂચનાઓ અનુસાર સંપૂર્ણ પારદર્શિતા સાથે

સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી રહી છે. પંચે પુનરોચ્ચાર કર્યો છે કે, પ્રક્રિયા

સંબંધિત કોઈપણ પ્રકારની સૂચનાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

પંચ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર,” 1 ઓગસ્ટે જાહેર

થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં ફક્ત તે મતદારોના નામ શામેલ હશે, જેમના નામાંકન ફોર્મ

25 જુલાઈ પહેલા

પ્રાપ્ત થયા છે. મતદારો 25 જુલાઈ સુધી ગમે

ત્યારે જરૂરી દસ્તાવેજો સબમિટ કરી શકે છે. આ ઉપરાંત, વાંધાઓ અને દાવાઓના સમયગાળા દરમિયાન દસ્તાવેજો

પણ સબમિટ કરી શકાય છે.”

પંચે સામાન્ય જનતાને ચેતવણી આપી હતી કે,” કેટલાક લોકો 24 જૂનના આદેશને

વાંચ્યા વિના અથવા જાણી જોઈને, ખોટી અર્થઘટન કર્યા વિના ભ્રમ ફેલાવી રહ્યા છે. આવા

લોકોના ભ્રામક અને ખોટા નિવેદનો પર ધ્યાન ન આપવાની સલાહ આપવામાં આવી છે.”

પંચે તમામ નાગરિકોને અપીલ કરી છે કે,” તેઓ ફક્ત સત્તાવાર

સ્ત્રોતોમાંથી જ માહિતી મેળવે અને મૂંઝવણમાં ન આવે.”

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande