પ્રખર રાષ્ટ્રવાદી અગ્રણી સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતીએ સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં મુખ્યમંત્રી
ગાંધીનગર, 6 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખર રાષ્ટ્રવાદી સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી ને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહ
स्व. श्यामा प्रसाद मुखर्जी की जयंती पर उनके तैल चित्र पर पुष्पांजलि


स्व. श्यामा प्रसाद मुखर्जी की जयंती पर उनके तैल चित्र पर पुष्पांजलि


ગાંધીનગર, 6 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખર રાષ્ટ્રવાદી સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી ને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ ઉપસ્થિત રહીને સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 6 જુલાઈ ભારતના મહાન સપૂત ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી છે. શ્યામા પ્રસાદ મુખરજીએ ભારતમાં એક નવી વિચારધારાને જન્મ આપ્યો હતો. ખૂબજ કડક શિસ્ત, હિન્દુત્વ અને શ્રેષ્ઠ સંસ્કારોના આગ્રહી એવા તેમના પિતા શ્રી આશુતોષ મુખરજીના કારણે શ્યામા પ્રસાદજીમાં બાળપણથી જ ભારતીયતા ના ઉચ્ચ સંસ્કારો હતા.

એમ.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્યામા પ્રસાદ જી કલકત્તા વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા. ત્યારબાદ તેઓ ધારાસભ્ય બન્યા હતા. વીર સાવરકરના આગ્રહથી તેઓ હિન્દુ મહાસભામાં સક્રિય બન્યા હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેમણે ઉદ્યોગ અને પુરવઠા મંત્રીની તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

કાશ્મીરના મુદ્દે તેઓ ખૂબ જ સક્રિય અને ચિંતિત હતા અને દેશમાં એક વિધાન-એક નિશાન-એક પ્રધાન સિદ્ધાંતના શિલ્પકાર પણ મુખરજી હતા. તેઓ પોતાના સમગ્ર જીવન દરમિયાન અખંડ ભારતના સમર્થક અને કાશ્મીર માટે સંઘર્ષરત રહ્યાં હતા. તેમનું જીવન દર્શન આજે પણ આપણને રાષ્ટ્ર હિત પ્રથમ ના ભાવ સાથે જીવવાનું માર્ગદર્શન આપતું રહે છે એમ પણ ઋષિકેશ પટેલે શ્યામા પ્રસાદજીને આદરાંજલી આપતાં જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ ડો. આશિષ દવે, ગાંધીનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ સી.બી.પંડ્યા તેમજ વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande