પાટણ-ચાણસ્મા હાઈવે પર ઝાડ નમતાં અકસ્માતનો ભય, કોંગ્રેસે તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉઠાવી
પાટણ, 6 જુલાઈ (હિ.સ.) : પાટણ-ચાણસ્મા હાઈવે પર સતત વરસાદના કારણે એક મોટું ઝાડ રોડની બાજુ નમી ગયું છે, જેના કારણે વાહનવ્યવહાર માટે ગંભીર જોખમ ઉભું થઈ ગયું છે. ખાસ કરીને રાત્રિના સમયે ઓછી દૃશ્યતા હોવાના કારણે અકસ્માત થવાની શક્યતા વધી ગઈ છે. આ સ્થિતિમાં
પાટણ-ચાણસ્મા હાઈવે પર ઝાડ નમતાં અકસ્માતનો ભય, કોંગ્રેસે તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉઠાવી


પાટણ, 6 જુલાઈ (હિ.સ.) : પાટણ-ચાણસ્મા હાઈવે પર સતત વરસાદના કારણે એક મોટું ઝાડ રોડની બાજુ નમી ગયું છે, જેના કારણે વાહનવ્યવહાર માટે ગંભીર જોખમ ઉભું થઈ ગયું છે. ખાસ કરીને રાત્રિના સમયે ઓછી દૃશ્યતા હોવાના કારણે અકસ્માત થવાની શક્યતા વધી ગઈ છે. આ સ્થિતિમાં વાહનચાલકોની સુરક્ષા ગંભીર રીતે ખતરમાં પડી છે.

પાટણ શહેર કોંગ્રેસ સમિતિએ આ મુદ્દે માર્ગ અને મકાન (R&B) વિભાગના અધિકારીઓને રજૂઆત કરી છે. કોંગ્રેસે તાત્કાલિક ધોરણે ઝાડ દૂર કરવા માંગ ઉઠાવી છે, કારણ કે ઝાડનો અમુક ભાગ રસ્તા પર આવી ગયો છે અને મોટો અકસ્માત થવાની શક્યતા વધુ બની છે.

કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે લોકોની સલામતી સર્વોપરી છે અને કોઈ અનિચ્છનીય ઘટના બનવાને પૂર્વે તંત્રે પગલાં લેવા જોઈએ. R&B વિભાગે ઝડપથી કાર્યવાહી કરીને રસ્તો સુરક્ષિત બનાવે તેવી માંગ સાથે અગત્યની અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande