ગાંધીનગર મનપા દ્વારા, જાહેર માર્ગ પર બાયો-મેડિકલ વેસ્ટના અયોગ્ય નિકાલ બદલ કડક કાર્યવાહી
ગાંધીનગર, 6 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર શહેરના સેક્ટર ૨૯ વિસ્તારમાં જાહેર માર્ગો પર અજાણ્યા શખ્સો દ્વારા જોખમી બાયો-મેડિકલ વેસ્ટનો અયોગ્ય નિકાલ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ગંભીર બાબત ગાંધીનગર મહાનગરપાલિકાના ધ્યાન પર આવતા ત્વરિત તપાસ હા
GMC


ગાંધીનગર, 6 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર શહેરના સેક્ટર ૨૯ વિસ્તારમાં જાહેર માર્ગો પર અજાણ્યા શખ્સો દ્વારા જોખમી બાયો-મેડિકલ વેસ્ટનો અયોગ્ય નિકાલ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ગંભીર બાબત ગાંધીનગર મહાનગરપાલિકાના ધ્યાન પર આવતા ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન, આ બાયો-મેડિકલ વેસ્ટ કુડાસણ ખાતે લેબોરેટરી ચલાવતા ઈસમો દ્વારા નિકાલ કરવામાં આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ જોખમી કચરાનો તાત્કાલિક અને નિયમોનુસાર યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો.

જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણને જોખમમાં મૂકતી આ બેદરકારી બદલ, મહાનગરપાલિકા દ્વારા સંબંધિત ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિયમો મુજબ, આ ઈસમો પાસેથી ₹૧૫,૦૦૦ (પંદર હજાર રૂપિયા) નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકા શહેરના સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા પ્રત્યે કટિબદ્ધ છે. ભવિષ્યમાં આવા પ્રકારના કોઈપણ જોખમી કચરાના અયોગ્ય નિકાલ સામે કડક પગલાં લેવામાં આવશે અને જવાબદાર વ્યક્તિઓ સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande