ગીર સોમનાથ, 6 જુલાઈ (હિ.સ.) રિજિયોનલ ફાયર ઓફિસ ભાવનગરના ઝોન અંતર્ગત આવતાં ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી જિલ્લાની નગરપાલિકાઓ તેમજ ગ્રામીણ વિસ્તારના અરજદારોએ ઈમારતો/ એકમોમાં રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓના પોર્ટલ ‘ગુજફાયરસેફ્ટીકોપ’ પર અરજી કરવાની રહેશે.
ગુજરાત ફાયર સેફટી કમ્પ્લાયન્સ પોર્ટલ (ગુજરાત ફાયર સેફટી કોપ)નો ઉદ્દેશ રાજ્યભરમાં ફાયર સેફટી ફ્રેમ વર્કને મજબૂત કરવાનો છે. રાજ્ય સરકાર દ્વારા તા. ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે. આ ગેઝેટ ગુજફાયરસેફ્ટીકોપ. ડોટ . ઈન/કૉન્ટેન્ટ/રેગ્યુલેશન્સ-૧૧૭ પર ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, જૂના રેગ્યુલેશન રદ્દ થઈ નવા રેગ્યુલેશન તા. ૧૩ ડીસેમ્બર, ૨૦૨૩ના રોજથી અમલમાં આવ્યાં છે. સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટી સર્ટિફિકેટ એક સમાન એક જ પોર્ટલ ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ પોર્ટલ (FSCOP) થકી ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફ્ટી મેઝર રૂલ્સ-૨૦૨૧ની ત્રીજી અનુસુચિમાં દર્શાવેલ ઈમારતો/ એકમોમાં એપ્રુવલ આપવામાં આવશે.
જેમાં ફાયર એન.ઓ.સી., જે હવે પછીથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અપ્રુવલ (FSCA) તરીકે ઓળખાશે, બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી પ્લાન (FSPA), ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અપ્રુવલ (FSCA) અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રીન્યુઅલ (FSCR) ની મંજૂરી રીજીયોનલ ફાયર ઑફીસથી આપવામાં આવશે.
ફાયર સેફટી સર્ટિફિકેટ રીન્યુઅલ (FSCR) ઈશ્યુ ગુજરાત સરકારશ્રી દ્વારા નામાંકીત કરાયેલ ફાયર સેફટી ઓફિસર (FSO) દ્વારા જ ઓનલાઈન પોર્ટલ થકી કરવામાં આવશે. સમયસર ફાયર સેફટી સર્ટિફિકેટ રીન્યુઅલ (FSCR) કરાવવાની જવાબદારી ફક્ત જે તે પ્રીમાઈસીસના માલિકો/હોદ્દેદારો/સંચાલકો/કબજેદારોની જ રહેશે.
હવે પછીથી ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA), ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રૂવલ (FSCA) અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂઅલ (FSCR)માટે ઓનલાઈન અરજી ગુજરાત રાજ્ય સરકારના https://gujfiresafetycop.in પોર્ટલ પર કરવાની રહેશે.
જો અરજદારને અરજી કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો ગુજરાત સરકારશ્રીના હેલ્પ ડેસ્ક, નં. ૯૬૬૨૫૧૮૮૦૯ તથા ૮૩૨૦૮૪૭૨૯૬ અથવા rfobvrhelpdeskiscop@gmail.com ઈ-મેઈલ આઈડી પર પોતાની ક્વેરી મોકલી શકે છે. એમ પ્રાદેશિક અગ્નિશમન અધિકારી ભાવનગરની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ