આંકોલવાડીમાં સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો સ્રીરોગ નિષ્ણાત દ્વારા આસપાસના ગામોની ૬૦ સગર્ભા મહિલાઓની તપાસ કરાઇ
ગીર સોમનાથ 6 જુલાઈ (હિ.સ.) તાલાલા તાલુકાના આંકોલવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વેરાવળ સિવિલ હોસ્પિટલના સ્ત્રીરોગ તજજ્ઞ ડો.નગ્મા સિકંદ
ગામોની ૬૦ સગર્ભા મહિલાઓની


ગીર સોમનાથ 6 જુલાઈ (હિ.સ.) તાલાલા તાલુકાના આંકોલવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વેરાવળ સિવિલ હોસ્પિટલના સ્ત્રીરોગ તજજ્ઞ ડો.નગ્મા સિકંદરભાઈ મામટી દ્વારા સગર્ભા મહિલાઓની તપાસ કરવામાં આવી હતી.

આ કેમ્પમાં જાંબુર, જશાધાર, સુરવા, મંડોરણા, બામણાસા, રામપરા, માધુપુર, હડમતિયા અને ભીમદેવળ સહિત આસપાસના ગામોમાંથી ૬૦ જેટલી સગર્ભા મહિલાઓ હાજર રહી હતી અને આ તમામ મહિલાઓનો સંપૂર્ણ એએનસી ચેકઅપ, લોહીની તપાસની સાથે જરૂરી દવા આપવામાં આવી હતી. તે ઉપરાંત સગર્ભા મહિલાઓને સ્વચ્છતા અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ મેડિકલ ચેકઅપ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ સગર્ભાવસ્થાની યોગ્ય સાંભળ અને સુરક્ષિત માતૃત્વ પ્રોત્સાહિત કરવાનો હતો. આ કેમ્પમાં ડો.મિત, ડો.ભંડેરી તથા પી.એચ.સી.નો સ્ટાફ, આશા બહેનો અને ખીલખીલાટની ટીમ સહભાગી થયા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande