ગીર સોમનાથ 6 જુલાઈ (હિ.સ.) ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે એમાં પણ અષાઢ મહિનો શરૂ હોય અને ઉના પંથકમાં નહીંવંત વરસાદ વરસતો હોય ત્યારે આજ રોજ કોમર્સ તેમજ શહેરના તમામ વેપારી એસોસિયેશનના વેપારી બંધુઓ પોસ્ટ ઓફિસ શોક ખાતે એકત્ર થયા હતા અને વાજતે ગાજતે ધૂન ભજન કરતા કરતા, શહેરના તમામ મંદિરો પર શીશ ઝુકાવી અને તમામ મંદિરો પર ઘજા ચડાવી વરૂણદેવને રિઝર્વ પ્રાર્થના કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય માંડીને તમામ વેપારીઓ હાજર રહ્યા હતા અને વરૂણદેવ કૃપા વરસાવોતેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ