હઝરત ઇમામ હુસેનનું બલિદાન સત્યના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપે છે: પ્રધાનમંત્રી
નવી દિલ્હી, 6 જુલાઈ (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, હઝરત ઇમામ હુસેન દ્વારા આપવામાં આવેલ બલિદાન ધર્મ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તેઓ લોકોને પડકારજનક પરિસ્થિતિઓમાં પણ સત્યનો માર્ગ અપનાવવા માટે પ્રેરણા આપે છે. પ્રધાનમંત્ર
હઝરત ઇમામ હુસેનનું બલિદાન સત્યના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપે છે: પ્રધાનમંત્રી


નવી દિલ્હી, 6 જુલાઈ (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, હઝરત ઇમામ હુસેન દ્વારા આપવામાં આવેલ બલિદાન ધર્મ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તેઓ લોકોને પડકારજનક પરિસ્થિતિઓમાં પણ સત્યનો માર્ગ અપનાવવા માટે પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ એક્સ (પહેલાંનું ટ્વિટર) પર પોસ્ટ કરતા કહ્યું, હઝરત ઇમામ હુસેન (એ. એસ.) નું બલિદાન ધર્મ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાની યાદ અપાવે છે. તેઓ લોકોને વિરોધી પરિસ્થિતિઓમાં પણ સત્યના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપે છે.

ઉલ્લેખનીય છે કે, આજે ઇસ્લામમાં આશૂરા નો દિવસ છે, જે મુહર્રમ મહિનાની 10મી તારીખે આવે છે. આ દિવસે કરબલા ના યુદ્ધમાં હઝરત ઇમામ હુસેનની આપવામાં આવેલી શહાદતને યાદ કરવામાં આવે છે.

હઝરત ઇમામ હુસેન, ઇસ્લામના પયગંબર હઝરત મહંમદ સાહેબના નાતા (દોહિત્ર), તેમજ હઝરત અલી અને બીબી ફાતિમાના પુત્ર હતા. તેઓ સત્ય, ન્યાય અને ધર્મના પ્રતિક માનવામાં આવે છે. 680 ઈસવીમાં કરબલાની જંગમાં તેમણે યઝીદની અધીનતા સ્વીકારી નહોતી અને પોતાના પરિવાર સાથે બલિદાન આપ્યું હતું. તેમનું આ બલિદાન ઇસ્લામી ઈતિહાસની સૌથી કરુણ ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande