હિમાચલમાં રેડ એલર્ટ વચ્ચે, મંડીમાં ફરી વાદળ ફાટ્યું, 9 જિલ્લામાં અચાનક પૂરની ચેતવણી
શિમલા,નવી દિલ્હી, 6 જુલાઈ (હિ.સ.) હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કોહરામ ચાલુ છે. રવિવારે હવામાન કેન્દ્ર શિમલા દ્વારા જારી કરાયેલા રેડ એલર્ટ વચ્ચે, આજે સવારથી રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મંડી, કાંગડા અને
મંડી


શિમલા,નવી દિલ્હી, 6 જુલાઈ (હિ.સ.)

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કોહરામ ચાલુ છે. રવિવારે હવામાન કેન્દ્ર શિમલા દ્વારા

જારી કરાયેલા રેડ એલર્ટ વચ્ચે, આજે સવારથી રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો

છે. મંડી, કાંગડા અને

સિરમૌર જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જ્યારે શિમલા, સોલન અને હમીરપુર

સહિત 9 જિલ્લાઓમાં

આગામી 24 કલાક માટે અચાનક

પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.

વહીવટીતંત્રે આ 9 જિલ્લાઓ ચંબા, કુલ્લુ, કાંગડા, બિલાસપુર, હમીરપુર, સોલન, શિમલા, સિરમૌર અને મંડીના લોકોને અત્યંત સાવધ રહેવા અને બિનજરૂરી

મુસાફરી ટાળવા સૂચના આપી છે.

મંડીમાં ફરી વાદળ ફાટ્યું, બે પુલ

ધોવાઈ ગયા

આ દરમિયાન, મંડી જિલ્લામાં ફરી એકવાર વાદળ ફાટવાની ઘટનાથી ગભરાટ ફેલાયો

છે.

કાંગડામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આજે

કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે 7 જુલાઈ માટે અતિ

ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 8 થી 10 જુલાઈ સુધી યલો

એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને 11 અને 12 જુલાઈએ સામાન્ય વરસાદની અપેક્ષા છે. સતત વરસાદને કારણે

રાજ્યભરમાં જનજીવન ખોરવાઈ ગયું છે. 15 દિવસમાં 74 લોકોના મોત, 37 ગુમ, 566 કરોડ રૂપિયાનું નુકસાન.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અહેવાલ મુજબ, 20 જૂનથી 5 જુલાઈ દરમિયાન, હિમાચલ પ્રદેશમાં

વાદળ ફાટવા, ભૂસ્ખલન, અચાનક પૂર અને

માર્ગ અકસ્માતોમાં 74 લોકોના મોત થયા

છે. 115 લોકો ઘાયલ થયા

છે, જ્યારે 37 લોકો હજુ પણ ગુમ

છે. જેમાં મંડી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે.

જ્યાં 30 જૂનની રાત્રે વાદળ ફાટવાની 12 ઘટનાઓમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 31 લોકો ગુમ થયા છે. કાંગડા જિલ્લામાં 13 લોકોના મોત થયા

છે, જેમાંથી 7 ભૂસ્ખલનને કારણે

અને 2 વાદળ ફાટવાના

કારણે થયા છે.

ઘરો,

દુકાનો અને

પશુઓના વાડા નાશ પામ્યા છે

કુદરતી આફતોને કારણે 19 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, 93 આંશિક રીતે

નુકસાન થયું છે. જયારે 213 પશુઓના વાડા અને

21 દુકાનો નાશ પામી

છે. ખેતી અને બાગાયતને પણ, ભારે નુકસાન થયું છે. ઉપરાંત, 10,000 મરઘાં પક્ષીઓ

અને 253 પશુઓના મોત થયા

છે.

વરસાદ સંબંધિત અકસ્માતોમાં પણ, ઘણા લોકોના મોત થયા છે

લસરણવાળા રસ્તાઓ અને નબળા પુલોને કારણે માર્ગ અકસ્માતોમાં

અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા

છે.

હિન્દુસ્થાન સમાચાર / ઉજ્જવલ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande