વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ અને એમ. એમ. ઘોડાસરા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ ઝુનોસીસ દિવસ ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ 6 જુલાઈ (હિ.સ.), વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ અને એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ, જૂનાગઢનાં સંયુક્ત ઉપક્રમે તા. ૦૫ જુલાઈ, ૨૦૨૫ ના રોજ “વિશ્વ ઝુનોસીસ દિવસ-૨૦૨૫” ની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ ઝુનોસીસ દિવસની ઉ
વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ અને એમ. એમ. ઘોડાસરા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ ઝુનોસીસ દિવસ ઉજવણી કરવામાં આવી


જૂનાગઢ 6 જુલાઈ (હિ.સ.), વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ અને એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ, જૂનાગઢનાં સંયુક્ત ઉપક્રમે તા. ૦૫ જુલાઈ, ૨૦૨૫ ના રોજ “વિશ્વ ઝુનોસીસ દિવસ-૨૦૨૫” ની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ ઝુનોસીસ દિવસની ઉજવણી પશુ અને માણસો પ્રત્યે પરસ્પર સંક્રમિત થતાં ચેપી રોગો અટકાવવાની જાગૃતિ માટે ઉજવવામાં આવે છે. ઈ.સ. ૧૮૮૫માં લુઈ પાશ્ચરે હડકવા વિરોધી રસીની શોધ કરી હતી. જેના માનમાં દર વર્ષે વૈશ્વિક સ્તરે તા. ૦૬ જુલાઈના રોજ વિશ્વ ઝુનોસીસ દિવસ ઉજવાય છે. ત્યારથી આજદિન સુધી હડકવા, બ્રુસેલોસીસ, લેપટોસ્પાઈરોસીસ, સાલમોનેલોસીસ, પ્લેગ, શિતળા, કાળીયો તાવ (એન્થ્રેક્સ) જેવા અનેક રોગોને અટકાવવાની જાગૃતિ માટે વૈશ્વિક સ્તરે આ દિવસ ઉજવાય છે.

એમ.એમ. ઘોડાસરા મહિલા કોલેજની સ્નાતક કક્ષાની આશરે ૩૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ તથા ડો. દિનેશભાઈ ડઢાણીયા, આચાર્ય તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહયા હતા. ડૉ. એમ.આર.ગડરિયા, આચાર્યએ ઝૂનોસીસની વિશેષ માહિતી આપી. ડૉ. જે.બી. કથિરીયા, મદદનીશ પ્રાધ્યાપક એ ઝુનોટીક રોગો તેનો પરિચય, ફેલાવો અને અટકવવા માટેના ઉપાયો અંગે માહિતી આપી હતી.

ડૉ. પ્રાકૃતિક ભાવસાર, મદદનીશ પ્રાધ્યાપકે ખાદ્ય સુરક્ષા અને ખોરાક દ્વારા ફેલાતા રોગો, ફેલાવ અને અટકાવવાનાં ઉપાયો અંગે માહિતી આપેલી, ડૉ. એસ.એચ. સિંધી, સહ પ્રાધ્યાપકએ વિભાગીય માહિતી આપી અને આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં વેટરનરી કોલેજ, કા.યુ., જૂનાગઢના ડૉ. કિરીટ ભેદી, મદદ. પ્રાધ્યાપક અને ઘોડાસરા કોલેજના પ્રાધ્યાપકગણ અને સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande