-અષ્ટકોશી પરિક્રમાને પુનર્જીવિત કરવામાં આવશે
ચંડીગઢ, નવી દિલ્હી, 06 જુલાઈ (હિ.સ.)
કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિને નવી ઓળખ આપવાનો પ્રયાસ કરી રહેલી રાજ્ય સરકારે, અહીં
ગીતાના 18 અધ્યાયો પર આધારિત દરવાજા બનાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, ગીતા પ્રત્યે
ભક્તો અને પ્રવાસીઓનો લગાવ વધારવા માટે ગીતા અભ્યાસ, ધ્યાન અને સંશોધન કેન્દ્ર બનાવવામાં આવશે.
તાજેતરમાં યોજાયેલી કુરુક્ષેત્ર વિકાસ બોર્ડની 82મી બેઠકમાં લેવાયેલા નિર્ણયોને
અમલમાં મૂકવાનું કામ હવે શરૂ થઈ ગયું છે.
નવી યોજના મુજબ, પવિત્ર શહેર કુરુક્ષેત્રમાં ગીતાના 18 અધ્યાયો પર 18 ભવ્ય
દરવાજા બનાવવામાં આવશે. હાલમાં, પીપલી ગીતા દ્વાર અને સન્નિહિત સરોવર સૂર્ય દ્વાર બનાવવામાં
આવ્યા છે. રાજ્યપાલની હાજરીમાં યોજાયેલી બેઠક બાદ, મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ, કુરુક્ષેત્ર
વિકાસ બોર્ડને તમામ દરવાજા બનાવવાની યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો
છે. આ દરવાજા ક્યાં બનાવવામાં આવશે તે સ્થળોને પણ ચિહ્નિત કરવામાં આવશે. આ
સ્થળોમાં પિહોવા રોડ જ્યોતિસર, કુરુક્ષેત્ર-કૈથલ માર્ગ, ઝાંસા રોડ અને સેક્ટર-3 બાયપાસ સહિત અનેક સ્થળોનો સમાવેશ થાય છે.
સરકારે અષ્ટકોશી પરિક્રમાને પુનર્જીવિત કરવા માટે સૂચનાઓ
આપી છે. અષ્ટકોશી પરિક્રમા કુરુક્ષેત્રના, બાહ્ય મહોલ્લામાં સ્થિત પ્રાચીન નાભી
કમલ મંદિરથી શરૂ થાય છે. હવે પરિક્રમા માર્ગનું નવીનીકરણ કરવામાં આવશે, જેમાં ભક્તોના
રહેવા માટે આશ્રય અને પીવાના પાણી સહિતની અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવશે. 48 કોસ તીર્થ,
સર્વેલન્સ કમિટીના અધ્યક્ષ મદન મોહન છાબડાએ આ યોજનાની પુષ્ટિ કરતા કહ્યું કે,”
ગીતાના 18 અધ્યાયો પર
આધારિત 18 ગીતા દરવાજા
ઉમેરવાથી ધાર્મિક શહેરની સુંદરતા વધશે, તેમજ આ દરવાજા આકર્ષણનું કેન્દ્ર બનશે, જેનાથી
પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે. આ યોજના પર કામ શરૂ થઈ ગયું છે.”
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ