વડોદરા, 6 જુલાઈ (હિ.સ.)- શહેરના કલાલી વિસ્તારમાં પોલીસની પીસીબી ટીમે રેડ કરીને વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરતી પ્રવૃતિમાં સંડોાયેલા એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસએ સ્થળ પરથી કુલ 71 બોટલ વિદેશી દારૂ જપ્ત કરી છે, જેના બજાર મૂલ્ય રૂ. 16,350 જેટલું થતું હતું.
પીસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે પ્રાપ્ત થયેલી ગુપ્ત માહિતીના આધારે જાણવા મળ્યું કે કલાલી ગુલાબી વુડા વિસ્તારમાં પૃથ્વીરાજ ઉર્ફે બિહારી ઉમેશ પ્રસાદ કેશરી નામનો શખ્સ ખંડેર જેવા મકાનમાં વિદેશી દારૂનો સંગ્રહ કરી વેચાણ કરે છે. પોલીસે તરત જ પીસીબી પીઆઈ સી.બી. ટંડેલના માર્ગદર્શન હેઠળ સ્થળ પર રેડ કરી પૃથ્વીરાજને ઝડપી લીધો.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબુલ્યું કે દારૂનો જથ્થો બે દિવસ પહેલાં રાહુલ રાઠવા નામના શખ્સે આપ્યો હતો અને તે બંધ મકાનમાં દારૂ છુપાવીને વેચાણ કરે છે.
પોલીસે દારૂની બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તથા રાહુલ રાઠવાની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે