પ્રધાનમંત્રી મોદીએ, દલાઈ લામાને 90મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 6 જુલાઈ (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિબેટી ધર્મગુરૂ દલાઈ લામાને તેમના 90મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દલાઈ લામાને પ્રેમ, કરુણા, ધૈર્ય અને નૈતિક શિસ્તના ચિરસ્થાયી પ્રતિક તરીકે વર્ણવ્યા હતા. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યુ
દલાઈ લામા


નવી દિલ્હી, 6 જુલાઈ (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિબેટી ધર્મગુરૂ દલાઈ લામાને તેમના 90મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દલાઈ લામાને પ્રેમ, કરુણા, ધૈર્ય અને નૈતિક શિસ્તના ચિરસ્થાયી પ્રતિક તરીકે વર્ણવ્યા હતા. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે તેમના સંદેશે તમામ ધર્મોના લોકોમાં સન્માન અને પ્રશંસા ભાવના જગાવી છે.

એક્સ (પૂર્વ ટ્વિટર) પર પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “હું 1.4 અબજ ભારતીયોની સાથે મળીને પરમ શ્રદ્ધેય દલાઈ લામાને તેમના 90મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તેઓ પ્રેમ, કરુણા, ધૈર્ય અને નૈતિક શિસ્તના ચિરસ્થાયી પ્રતિક રહ્યા છે. તેમના સંદેશે તમામ ધર્મોના લોકોમાં સન્માન અને પ્રશંસા ભાવના પેદા કરી છે. અમે તેમના સારા આરોગ્ય અને દીર્ઘાયુ જીવનની પ્રાર્થના કરીએ છીએ.”

ઉલ્લેખનીય છે કે, દલાઈ લામા તિબેટી બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક ગુરુ છે. વર્તમાન દલાઈ લામા, તેનજીન ગ્યાત્સો, 14મા અવતાર તરીકે માનવામાં આવે છે. તેમનો જન્મ 6 જુલાઈ, 1935ના રોજ તિબેટના ટાકસ્તર ગામે થયો હતો. તેઓ શાંતિ, કરુણા અને અહિંસાના સંદેશ માટે સમગ્ર વિશ્વમાં સન્માન પામે છે. 1959માં તિબેટ પર ચીનના કબજાપછી તેઓ ભારતમાં શરણાર્થી બનીને ધર્મશાલા ખાતે વસેલા છે. તેમને 1989માં નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande