વરસાદની આગાહી વચ્ચે પાટણ નગરપાલિકા એલર્ટ મોડમાં
પાટણ, 6 જુલાઈ (હિ.સ.)આગામી સપ્તાહમાં પાટણ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. તેમણે ચીફ ઓફિસરને લેખિત પરિપત્ર પાઠવી શહેરમાં પાણી પુરવઠા સુચારુ રાખવો, સ્વચ્છતા જાળવવી અને ન
વરસાદની આગાહી વચ્ચે પાટણ નગરપાલિકા એલર્ટ મોડમાં


પાટણ, 6 જુલાઈ (હિ.સ.)આગામી સપ્તાહમાં પાટણ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. તેમણે ચીફ ઓફિસરને લેખિત પરિપત્ર પાઠવી શહેરમાં પાણી પુરવઠા સુચારુ રાખવો, સ્વચ્છતા જાળવવી અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા આદેશ આપ્યો છે. ઉપરાંત, રોડ પરના મોટા ખાડા અને ભુવાઓ તાત્કાલિક પૂરવા અને રસ્તા પર આવતા ઢોરની સમસ્યાનું નિરાકરણ કરવા પણ જણાવાયું છે.

શહેરમાં નાગરિકોની ફરિયાદોનો ઝડપી નિકાલ થાય તે માટે 24×7 કંટ્રોલ રૂમ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક શાખાના અધિકારીઓની ફરજ નિર્ધારિત કરવામાં આવી છે અને તમામ અધિકારીઓને તેમના મોબાઈલ નંબર સતત ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. ડિઝાસ્ટર ટીમમાં નગરપાલિકા સભ્યોના મોબાઈલ નંબર પણ સમાવિષ્ટ કરવાના રહેશે.

કોઈપણ કર્મચારી રજા પર જતા પહેલા ચીફ ઓફિસરની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. સાથે જ વરસાદ દરમિયાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પ્રમુખ અને ચીફ ઓફિસરની સંયુક્ત સહીથી અલગ હુકમ બહાર પાડવામાં આવશે જેથી તંત્ર સમયસર અને યોગ્ય પ્રતિસાદ આપી શકે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande