હરિદ્વાર, નવી દિલ્હી, ૦6 જુલાઈ (હિ.સ.)
પતંજલિએ આજે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનની હાજરીમાં દંત કાંતિ ગંડુષ તેલ પુલિંગ
નામનું ઉત્પાદન લોન્ચ કર્યું. આ ઉત્પાદન આયુર્વેદિક ગ્રંથોમાં ઉલ્લેખિત ગંડુષ
પદ્ધતિ પર આધારિત છે. આયુર્વેદમાં, તેને 'દૈનિક દિનચર્યા'નો એક અભિન્ન ભાગ માનવામાં આવે છે. આ ઉત્પાદન ઇન્ડિયન
ડેન્ટલ એસોસિએશન, ઉત્તરાખંડના
પ્રમુખ ડૉ. રાજીવ બંસલ, સચિવ ડૉ.
વિશ્વજીત વાલિયા, ખજાનચી ડૉ. વૈભવ
પાહવાના હસ્તે, સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની હાજરીમાં લોન્ચ કરવામાં
આવ્યું હતું.
આ પ્રસંગે આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે,” આ ઉત્પાદન પતંજલિ
સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોના ત્રણ વર્ષના અથાક પ્રયાસો અને સમર્પણનું પરિણામ છે.
દંત કાંતિ ગંડુષ તેલ પુલિંગ, માત્ર એક દૈનિક દિનચર્યા નથી, તે એક તબીબી
વિજ્ઞાન છે, જે આજના સમયની
જરૂરિયાત છે.” તેમણે જણાવ્યું કે,” ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા જેવા આયુર્વેદના,
મૂળ ગ્રંથોમાં ગંડુષને મૌખિક સ્વાસ્થ્યની એક મુખ્ય પ્રક્રિયા તરીકે વર્ણવવામાં
આવ્યું છે. આ પતંજલિની દંત કાંતિ શ્રેણીનું નવીનતમ અને નવીન ઉત્પાદન છે.”
તેમણે કહ્યું કે,” તેમાં તુમ્બરૂ તેલ છે, જે દાંત અને
પેઢાને મજબૂત બનાવે છે. લવિંગ તેલ, જે દાંતના દુખાવામાં રાહત આપે છે. ફુદીનાનું તેલ, મોંની દુર્ગંધ
દૂર કરે છે. નીલગિરી તેલ,
જે બેક્ટેરિયા
વિરોધી ગુણધર્મોથી ભરપૂર છે, અને બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે, અને તુલસીનું તેલ, બેક્ટેરિયાનાશક
હોવાથી, દાંતને સડો અને
ચેપથી બચાવે છે. ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન સાથે સંકળાયેલા ડૉ. ગુરપ્રીત ઓબેરોય, પતંજલિ
હોસ્પિટલના ડેન્ટલ વિભાગના વડા ડૉ. કુલદીપ સિંહ, પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઉપપ્રમુખ અને
મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. અનુરાગ વાર્ષ્ણેય અનાવરણ સમારોહમાં હાજર રહ્યા હતા.”
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. રજનીકાંત શુક્લા / સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ