પોરબંદર મનપા દ્વારા જન્માષ્ટમીના લોકોમેળાની તૈયારી શરૂ કરાઇ
પોરબંદર, 6 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ મનપા દ્વારા શરુ કરી દેવામાં આવી છે. પોરબંદર મનપા દ્વારા કલેક્ટર સમક્ષ લોકમેળાના આયોજન માટે જમીનની માંગણી કરવામાં આવી છે. આ સાથે વિવિધ કમિટીની રચનાનું પણ આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું
પોરબંદર મનપા દ્વારા જન્માષ્ટમીના લોકોમેળાની તૈયારી શરૂ કરાઇ


પોરબંદર, 6 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ મનપા દ્વારા શરુ કરી દેવામાં આવી છે. પોરબંદર મનપા દ્વારા કલેક્ટર સમક્ષ લોકમેળાના આયોજન માટે જમીનની માંગણી કરવામાં આવી છે. આ સાથે વિવિધ કમિટીની રચનાનું પણ આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો ગણાતો પોરબંદરનો પ્રખ્યાત જન્માષ્ટમીનો મેળાનું ભવ્ય આયોજન પ્રથમ વાર પોરબંદર મનપા દ્વારા કરવામાં આવશે. જેનું મનપાના કમિશ્નર પ્રજાપતિ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પોરબંદર મનપાના કમિશ્નર હસમુખ પ્રજાપતિએ પોરબંદર ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જન્માષ્ટમી લોકમેળા 2025ને લઈને પોરબંદર મનપા દ્વારા કલેક્ટર સમક્ષ જગ્યાની માંગણી કરવામાં આવી છે તેમજ વિવિધ કમિટી રચવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ફાયરસેફટી, હરરાજી, જગ્યા સોંપણી, સહિતની તમામ જરૂરી કમિટી રચવામાં આવશે. ગત વર્ષના મેળાના લે-આઉટ(નકશા) મુજબ જરૂરી સુધારા-વધારા કરી આયોજન હાથ ધરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 દિવસના જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવશે.લોક મેળાની હરરાજીની પ્રક્રિયા ઓફલાઈન રાખવામાં આવશે. તેમજ મેલા ગ્રાઉન્ડમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. તેમજ હાથી વાળા ગ્રાઉન્ડમાં ફૂડ ઝોન તેમજ પાર્ટી પ્લોટ વાળા ગ્રાઉન્ડની હરરાજીની કમિટી સાથે ચર્ચા કરી યોગ્ય દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande