કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને આયોજનના કામોની સમીક્ષા બેઠક યોજાઈ
પોરબંદર, 6 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને આયોજનના કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને આયોજનના કામોની સમીક્ષા બેઠક યોજાઈ.

પ્રભારી મંત્રીએ આયોજન અંતર્ગતના બાકી રહેલા વિકાસ કામો ઝડપથી હાથ ધરવા માટે સૂચના આપી હતી તેમજ રદ કરવા પાત્ર કામોની જગ્યાએ નવા કામોનું આયોજન કરવા અધિકારી ઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વધુમાં તેમણે વિકાસના કામો કરવા માટેના વિવિધ પ્રશ્નોનું સંકલન દર ગુરુવારના મળતી તલાટીઓની બેઠકમાં તેમજ તાલુકા સંકલન બેઠકમાં ઉકેલવા અને ચર્ચા કરવામાં આવે જેનાથી વિકાસાત્મક કામગીરીનું લાઇવ અપડેશન મળતું રહે અને કામગીરીમાં ઝડપની સાથે પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવી શકાય.

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જિલ્લાના વિકાસ કામો ઝડપથી હાથ ધરવા અને આયોજન પરત્વે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને શરૂ ન થયેલા કામોનું જરૂરી કાર્યવાહી કરીને વહેલી તકે આયોજન કરવા અને પ્રગતિ હેઠળના કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠક દરમ્યાન આયોજન અંગેના 15% વિવેકાધિન,5% પ્રોત્સાહક, ખાસ પછાત ઘેડ વિસ્તાર, ધારાસભ્ય ગ્રાન્ટ અને ATVT સહિતના શરૂ ન થયેલ, પ્રગતિ હેઠળ અને પૂર્ણ થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી ફેરબદલના કામો અંગે ત્વરિત નિર્ણય લઇને ઝડપથી કાર્ય શરૂ થાય તેવો નિર્દેશ કર્યો હતો.આ બેઠકમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા વિભાગના પી એસ (અધિક કલેક્ટર) ચેતન ગણાત્રા,જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખભાઇ પ્રજાપતિ, પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા અને અધિક જિલ્લા કલેક્ટર જે બી વદર સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya

 rajesh pande