ખાંભા પે.સેન્ટર કુમાર શાળામાં શિક્ષકોથી ગંભીર બેદરકારી
અમરેલી, 6 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના ખાંભા પે.સેન્ટર કુમાર શાળામાં શનિવારે ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. શાળાના શિક્ષકો સ્કૂલનો સમય પૂરો થયા બાદ ગેટ પર તાળા મારીને નીકળી ગયા હતા, જ્યારે ચાર વિદ્યાર્થી શાળાની અંદર જ રહી ગયા હતા. આ ચાર બાળ
ખાંભા પે.સેન્ટર કુમાર શાળામાં શિક્ષકોથી ગંભીર બેદરકારી


અમરેલી, 6 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના ખાંભા પે.સેન્ટર કુમાર શાળામાં શનિવારે ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. શાળાના શિક્ષકો સ્કૂલનો સમય પૂરો થયા બાદ ગેટ પર તાળા મારીને નીકળી ગયા હતા, જ્યારે ચાર વિદ્યાર્થી શાળાની અંદર જ રહી ગયા હતા. આ ચાર બાળકો ૧૧ વાગ્યા પછી પણ ઘરે ન પહોંચતાં વાલીઓ ચિંતિત થઈને શાળાએ દોડી આવ્યા.

શાળાના ગેટમાં તાળા મારેલા જોવા મળતાં હંગામો સર્જાયો હતો. બાળકોએ અંદરથી ત્રાસ અનુભવ્યો અને તેઓ લગભગ એક કલાકથી વધુ સમય સુધી ભૂખ્યા અને તરસ્યા હાલતમાં શાળાના ગ્રાઉન્ડમાં ફસાયા રહ્યા. વાલીઓની રજૂઆત બાદ જિલ્લા શિક્ષણ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા અને તાળું ખોલાવ્યું.

આ બનાવ બાદ શિક્ષણ તંત્રના બેદરકારી ભરેલા વલણ સામે ઉઠતાં સવાલો ઉમટ્યા છે. શનિવારના બેગલેસ દિવસે વિદ્યાર્થીઓ બેગ લઈને કેમ આવ્યા હતા તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવશે એવી શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande