અમરેલી 6 જુલાઈ (હિ.સ.) : અમરેલી યુથ કોંગ્રેસના પ્રમુખ જુનેદ ડોડીયાએ હાલમાં જ એક અસરકારક ટ્વીટ કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી છે. પોતાના ટ્વીટમાં તેમણે સ્પષ્ટ માંગણી કરતા લખ્યું કે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે એવા નેતા નિયુક્ત કરવામાં આવે, જે ભાજપ સામે ઘાઘટુ અવાજ ઉઠાવી શકે અને ભાજપની બી ટીમ તરીકે ન કાર્ય કરે.
ડોડીયાએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ પાર્ટી બંનેને ટેગ કરીને લખ્યું કે નવા પ્રદેશ પ્રમુખ માટે એવો નેતા પસંદ કરવો જોઈએ, જે ફક્ત રાજકીય નિયુક્તિ ન હોય પરંતુ જનતા અને કાર્યકર્તાઓના સંઘર્ષ અને લાગણીનો પ્રતિનિધિ બને.
તેમણે જણાવ્યું કે, આજે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં નવી ઉર્જાની જરૂર છે. જો પ્રદેશ પ્રમુખ પદ પર એવો નેતા આવે જે દરેક વર્ગનો અવાજ બને અને ભાજપને મુકાબલો આપવાની હિંમત રાખે, તો જ પાર્ટી વટાવશે. તેમના આ ટ્વીટ બાદ સંગઠનના આંતરિક ગતિવિધીમાં હલચલ જોવા મળી રહી છે અને યુથ કાર્યકર્તાઓમાં આ ટિપ્પણીના સમર્થનમાં ચર્ચાઓ જોર પકડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek