જે કોઈ હિન્દુઓને વિભાજીત કરશે, તે પોતે જ કપાઈ જશે: રામભદ્રાચાર્ય
-કેટલાક લોકો ત્રિરંગા પર ચંદ્ર ઇચ્છે છે પણ અમે ચંદ્ર પર ત્રિરંગાને લહેરાતો જોવા માંગીએ છીએ: બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પટના,નવી દિલ્હી, 06 જુલાઈ (હિ.સ.) રવિવારે રાજધાની પટનામાં સનાતન મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
સંત


-કેટલાક લોકો

ત્રિરંગા પર ચંદ્ર ઇચ્છે છે પણ અમે ચંદ્ર પર ત્રિરંગાને લહેરાતો જોવા માંગીએ છીએ:

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી

પટના,નવી દિલ્હી, 06 જુલાઈ (હિ.સ.)

રવિવારે રાજધાની પટનામાં સનાતન મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે

રામભદ્રાચાર્યએ કહ્યું કે,” જે કોઈ હિન્દુઓને વિભાજીત કરશે, તે પોતે જ કપાઈ જશે.”

આ સનાતન મહાકુંભમાં દેશભરના સંતો ભાગ લઈ રહ્યા છે.

જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે,” મને અને

ધીરેન્દ્ર શાસ્ત્રીને પટનાના, ગાંધી મેદાનમાં આવતા અટકાવવામાં આવ્યા હતા.” તેમણે

કહ્યું કે,” સત્તા ક્યારેય હિન્દુ વિરોધી લોકોના હાથમાં નહીં જાય. જે કોઈ

હિન્દુઓને વિભાજીત કરવા માંગે છે તે, પોતે જ કપાઈ જશે.”

આ સનાતન મહાકુંભમાં, બાગેશ્વર પીઠાધીશેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ

કહ્યું કે,” અમે અહીં રાજકારણ માટે નહીં પણ રામ નીતિ માટે આવ્યા છીએ.” તેમણે

કહ્યું કે,” જો ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે, તો તેની શરૂઆત બિહારથી થશે અને તે પહેલું રાજ્ય બનશે.”

તેમણે એમ પણ કહ્યું કે,” તેઓ કોઈપણ ધર્મના વિરોધી નથી. બિહારમાં વિધાનસભાની ચૂંટણી

પછી, તેઓ સમગ્ર રાજ્યનો પ્રવાસ કરશે. તેઓ 7 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી દિલ્હીથી વૃંદાવનની યાત્રા પણ કરશે.”

પટનામાં આયોજિત મહાકુંભમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, “ભારતનું હિન્દુ

રાષ્ટ્ર બનવાની શરૂઆત બિહારથી થશે. જો આપણા ધર્મ પર હુમલો થશે, તો આપણે બદલો

લઈશું, ભગવા,

ગઝવા-એ-હિંદ બિહારથી શરૂ થશે.” તેમણે કહ્યું કે,” કેટલાક લોકો, ત્રિરંગા પર ચંદ્ર

ઇચ્છે છે પરંતુ અમે ચંદ્ર પર ત્રિરંગાને લહેરાતો જોવા માંગીએ છીએ.”

ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે, આ ભવ્ય કાર્યક્રમનું

આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહાકુંભમાં, ધાર્મિક પ્રવચનો અને ભજન-સંધ્યાની

સાથે સંતોનો મેળાવડો, હવન-પૂજન અને

વૈદિક મંત્રોચ્ચાર પણ કરવામાં આવશે.

નોંધનીય છે કે, સનાતન મહાકુંભ 2025નો ભવ્ય

કાર્યક્રમ પ્રતિષ્ઠિત ગાંધી મેદાનમાં યોજાઈ રહ્યો છે. પહેલીવાર પટનામાં, આ

મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે. દેશભરના સંતો-મહાત્માઓ, જગદગુરુઓ અને

મહામંડલેશ્વરોએ તેમાં ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande