બાબરા શહેરમાં રહસ્યમય રીતે બે નાની બાળકીઓ ગુમ
અમરેલી 6 જુલાઈ (હિ.સ.) : બાબરા શહેરમાં રહસ્યમય રીતે બે નાની બાળકીઓ ગુમ થવાના ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાબરા શહેરના ભાવનગર રોડ વિસ્તારમાં રહેતા વાદી પરિવારની 12 મહિનાની અને 9 મહિનાની દીકરી અચાનક ગુમ થઇ ગઈ છે. બાળકીોના પિતા
બાળક ગુમ થયા


અમરેલી 6 જુલાઈ (હિ.સ.) : બાબરા શહેરમાં રહસ્યમય રીતે બે નાની બાળકીઓ ગુમ થવાના ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાબરા શહેરના ભાવનગર રોડ વિસ્તારમાં રહેતા વાદી પરિવારની 12 મહિનાની અને 9 મહિનાની દીકરી અચાનક ગુમ થઇ ગઈ છે. બાળકીોના પિતા રીક્ષા ચલાવે છે અને તે રીક્ષા રિપેરિંગ કામ માટે અમરેલી ગયા હતા, ત્યારે પીઠ પાછળ ઘરેથી બાળકીઓ ગુમ થઈ ગઈ હતી.

આ ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં હાહાકાર મચી ગયો હતો અને તરત જ બાબરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ સમગ્ર ઘટના અપહરણની દિશામાં હોવાની શકયતા જણાઈ રહી છે અને તે મુજબ ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

શહેરમાં બે માસુમ બાળકીઓના ગુમ થવાની ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને લોકોમાં ભારે ચિંતાનો માહોલ છે. પોલીસ સીસીટીવી ફૂટેજ, પડોશી અને સ્થાનિક લોકોના નિવેદનના આધારે ગુમ બાળકીઓનો પતો લગાવવાની કોશિશમાં લાગી ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande