કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી
પોરબંદર, 6 જુલાઈ (હિ.સ.) : આજરોજ પોરબંદર લોકસભાના સાંસદ તેમજ શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદર જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંતર્ગત કેન્દ્રીય મંત્રીએ લોકોને મળીને તેમના પ્ર
પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી.


પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી.


પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી.


પોરબંદર, 6 જુલાઈ (હિ.સ.) : આજરોજ પોરબંદર લોકસભાના સાંસદ તેમજ શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદર જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંતર્ગત કેન્દ્રીય મંત્રીએ લોકોને મળીને તેમના પ્રશ્નો તથા સ્થાનિક સમસ્યાઓની માહિતી મેળવી અને તેનો તાત્કાલિક નિકાલ લાવવાની દિશામાં કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતુ .કેન્દ્રીય મંત્રીએ કુતિયાણા તાલુકાના ટેકાના ભાવે જણસ ખરીદી કેન્દ્ર ચૌટા તથા બાલોચ ગામો અને રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે મંત્રીએ સ્થાનિક ખેડૂતો, લોક સેવકો અને અગ્રણીઓ સાથે સીધો સંવાદ સાધી સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો અને વિકાસ મુદ્દે વાતચીત કરી હતી. તેમ જ ગ્રામજનોની આરોગ્ય, પાણી પુરવઠા, શાળા સુવિધા, રસ્તા અને ખેતી બાબતો અંગે રજૂઆતો સાંભળી હતી.કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું હતું કે રસ્તે જતા અવારનવાર એવું લાગતું હતું કે માર્ગમાં આવેલા ગામોની મુલાકાત લઇને સ્થાનિક લોકોની હકીકતોને પારખીશું અને તેમની રજૂઆતોને સીધી રીતે સાંભળીશું – આજ વિચારને હકીકતમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યો છે.અને મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં વિકસિત ભારતનાં સંકલ્પ સાકાર થાય તે દિશામાં કાર્ય કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ગામોની મુલાકાત દરમિયાન પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અને ગોડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા, પોરબંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન લખમણભાઇ ઓડેદરા, રાણાવાવ તાલુકા પ્રમુખ મંજુબેન બાપોદરા, જિલ્લા પંચાયત સભ્ય ગોપાલભાઈ કોઠારી, જયેશભાઈ ભૂતિયા, પ્રદીપભાઈ ખીમાણી, લીલાભાઇ રાવલીયા, ભરતભાઈ ભેડા, ભરતભાઈ પરમાર, ભરતભાઈ ઓડેદરા, નારણભાઈ વાઢિયા સહિતનાં લોક પ્રતિનિધિઓ અને ખેડૂતો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande