'ઉદયપુર ફાઇલ્સ' ફિલ્મ વિરુદ્ધ દિલ્હી, બોમ્બે અને ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ
નવી દિલ્હી, 06 જુલાઈ (હિ.સ.) જમિયત-ઉલેમા-એ-હિન્દે, ફિલ્મ ''ઉદયપુર ફાઇલ્સ'' વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટ તેમજ બોમ્બે અને ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. જમિયતના વકીલ ફુઝૈલ અહેમદ અયુબીએ અરજીમાં કહ્યું છે કે,” ફિલ્મના ટ્રેલરમાં
કેસ


નવી દિલ્હી, 06 જુલાઈ (હિ.સ.) જમિયત-ઉલેમા-એ-હિન્દે, ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' વિરુદ્ધ દિલ્હી

હાઇકોર્ટ તેમજ બોમ્બે અને ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.

જમિયતના વકીલ ફુઝૈલ અહેમદ અયુબીએ અરજીમાં કહ્યું છે કે,”

ફિલ્મના ટ્રેલરમાં પયગંબર મોહમ્મદ અને તેમની પત્નીઓ વિરુદ્ધ, અભદ્ર ટિપ્પણી

કરવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરમાં નુપુર શર્માનું વિવાદાસ્પદ નિવેદન પણ સામેલ છે.”

અરજીમાં જમિયતે આરોપ લગાવ્યો છે કે,” ફિલ્મના ટ્રેલરમાં પયગંબર મોહમ્મદ અને તેમની

પત્નીઓ વિશે કરવામાં આવેલી, વાંધાજનક ટિપ્પણી દેશની શાંતિને ખલેલ પહોંચાડી શકે છે.

ફિલ્મમાં દેવબંદને, કટ્ટરવાદનો અડ્ડો ગણાવવામાં આવ્યો છે અને ત્યાંના ઉલેમાઓ

વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું છે.”

અરજીમાં કહેવામાં આવ્યું છે કે,” આ ફિલ્મ એક ચોક્કસ ધાર્મિક

સમુદાયને બદનામ કરે છે, જે સમાજમાં નફરત

ફેલાવી શકે છે અને નાગરિકોમાં સન્માન અને સામાજિક સુમેળને ઊંડું નુકસાન પહોંચાડી

શકે છે. આ ફિલ્મમાં જ્ઞાનવાપી મસ્જિદ જેવા કેસોનો પણ ઉલ્લેખ છે.જે હાલમાં

વારાણસીની જિલ્લા કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.”

સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણપત્ર જારી કર્યા પછી આ ફિલ્મ 11 જુલાઈએ રિલીઝ

થવાની છે. અરજીમાં કેન્દ્ર સરકાર, સેન્સર બોર્ડ, જોની ફાયર ફોક્સ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એક્સ

કોર્પ્સને પક્ષકાર બનાવવામાં આવ્યા છે, જે ફિલ્મના નિર્માણ અને વિતરણ સાથે સંકળાયેલા છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે,” અભિવ્યક્તિની સ્વતંત્રતાના

અધિકારનો દુરુપયોગ કરીને,

ફિલ્મમાં એવા

દ્રશ્યો બતાવવામાં આવ્યા છે જેનો ઇસ્લામ, મુસ્લિમો અને દેવબંધ સાથે કોઈ સંબંધ નથી. ટ્રેલર પરથી

સ્પષ્ટ થાય છે કે, આ ફિલ્મ મુસ્લિમ વિરોધી લાગણીઓથી પ્રેરિત છે.”

ફિલ્મનું 2.53 મિનિટનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ 2022 માં ઉદયપુરમાં

બનેલી એક ઘટના પર આધારિત છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે,” ટ્રેલર પરથી જ

સ્પષ્ટ થાય છે કે, ફિલ્મનો હેતુ એક ચોક્કસ ધાર્મિક સમુદાયને નકારાત્મક અને

પક્ષપાતી સ્વરૂપમાં રજૂ કરવાનો છે, જે તે સમુદાયના લોકોના ગૌરવ સાથે જીવવાના મૂળભૂત અધિકારોનું

સીધું ઉલ્લંઘન છે.”

હિન્દુસ્થાન સમાચાર/સંજય/અમરેશ દ્વિવેદી/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande