'સિતારે જમીન પર' યુટ્યુબ પર આવતાની સાથે જ, આમિર ખાને માફી માંગી
નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.) આમિર ખાન હાલમાં, તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ''સિતારે જમીન પર''ની જબરદસ્ત સફળતાની ઉજવણી કરી રહ્યો છે. આ ફિલ્મ 20 જૂન, 2025 ના રોજ સિનેમાઘરોમાં આવી હતી અને ત્યારથી બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહ
આમીર


નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.) આમિર ખાન હાલમાં, તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સિતારે જમીન પર'ની જબરદસ્ત

સફળતાની ઉજવણી કરી રહ્યો છે. આ ફિલ્મ 20 જૂન, 2025 ના રોજ સિનેમાઘરોમાં આવી હતી અને ત્યારથી બોક્સ ઓફિસ પર

સારી કમાણી કરી રહી છે. હવે આ ફિલ્મ યુટ્યુબ પર પે-પર-વ્યૂ મોડેલ દ્વારા, રિલીઝ

કરવામાં આવી છે, જેથી દર્શકો ઘરે

બેઠા તેનો આનંદ માણી શકે. પરંતુ ફિલ્મ યુટ્યુબ પર રિલીઝ થતાંની સાથે જ આમિર ખાને

મધ્યરાત્રિએ, એક વીડિયો શેર કર્યો અને દર્શકોની માફી માંગી.

આમિર ખાને આ પહેલા જાહેરાત કરી હતી કે,” તેમની ફિલ્મ 'સિતારે જમીન પર' આમિર ખાન ટોકીઝ

યુટ્યુબ ચેનલ પર માત્ર 100 રૂપિયામાં જોઈ

શકાશે.” પરંતુ રિલીઝ પછી,

ફિલ્મની કિંમત

એપલ ડિવાઇસ પર, નિશ્ચિત દર કરતા વધુ દેખાવા લાગી, જેનાથી ઘણા દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ

ટેકનિકલ ખામી અંગે, આમિર ખાન

પ્રોડક્શન્સે તેના સત્તાવાર એસક એકાઉન્ટ પર એક નિવેદન જારી કરીને દર્શકોની માફી

માંગી. કંપનીએ ખાતરી આપી છે કે,” તેમની ટેક ટીમ આ ખામીને શક્ય તેટલી વહેલી તકે

સુધારવા માટે કામ કરી રહી છે. જેથી બધા

દર્શકોને સમાન અનુભવ મળી શકે.”

આમિર ખાને તેના એસકએકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, માફ કરશો. અમને

હમણાં જ ખબર પડી કે, એપલ ડિવાઇસ પર અમારી ફિલ્મ 'સિતારે જમીન પર' ભાડાની કિંમત 179 રૂપિયા બતાવવામાં આવી રહી છે. અમે આ ટેકનિકલ

ખામીને શક્ય તેટલી વહેલી તકે સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમારી ધીરજ અને સમજણ

બદલ આભાર.

નોંધનીય છે કે, 'સિતારે જમીન પર' એ ઘરેલુ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું અને 167 કરોડ રૂપિયાની

કમાણી કરી, જ્યારે વૈશ્વિક

સ્તરે આ ફિલ્મે 267 કરોડ રૂપિયાનો

આંકડો પાર કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande