નવી દિલ્હી, ૦1 ઓગસ્ટ (હિ.સ.) અભિનેતા જોન અબ્રાહમ લાંબા સમયથી તેમની આગામી ફિલ્મ 'તેહરાન' માટે
હેડલાઇન્સમાં છે. આ થ્રિલર ફિલ્મનું નિર્દેશન અરુણ ગોપાલન દ્વારા કરવામાં આવ્યું
છે અને તેની વાર્તા એક સત્ય ઘટનાથી પ્રેરિત છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર
'તેહરાન'માં જોન સાથે
જોવા મળશે. આ પહેલી વાર છે, જ્યારે આ બંને કલાકારો મોટા પડદા પર સાથે જોવા મળશે.
હવે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેમાં જોનનો જોરદાર એક્શન અને તીવ્ર લુક ચાહકોને પસંદ આવી
રહ્યો છે. ટ્રેલરમાં તેમનો પ્રભાવશાળી અવતાર જોવા લાયક છે.
જોન અબ્રાહમની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'તેહરાન' હવે થિયેટરોમાં
નહીં, પરંતુ સીધા ઓટીટીપ્લેટફોર્મ ઝી-5 પર રિલીઝ થશે. આ
દેશભક્તિપૂર્ણ થ્રિલર ફિલ્મ સ્વતંત્રતા દિવસના ખાસ પ્રસંગે એટલે કે, 14 ઓગસ્ટ 2025 ના રોજ
સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.
ફિલ્મના ટ્રેલર સાથે, નિર્માતાઓએ લખ્યું, શું તે સાચો દેશભક્ત હતો કે દેશદ્રોહી? આ સ્વતંત્રતા
દિવસે, સત્ય બહાર
આવશે. આ ફિલ્મમાં જોન અને માનુષી છિલ્લરની સાથે, નીરુ બાજવા પણ
મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ દિનેશ વિજન દ્વારા નિર્મિત છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ