બાર્સેલોનાએ, કોમોને 5-0થી હરાવીને જોઆન ગેમ્પર ટ્રોફી જીતી
બાર્સેલોના, નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.) સ્પેનિશ ચેમ્પિયન બાર્સેલોનાએ રવિવારે (સ્થાનિક સમય) ઇટાલિયન ટીમ કોમોને 5-0થી હરાવીને પ્રી-સીઝન તૈયારીઓ પૂર્ણ કરી અને જોઆન ગેમ્પર ટ્રોફી જીતી. આ મેચ ગોલકીપર માર્ક-આન્દ્રે ટેર સ્ટેગન અન
ગોમ્લ


બાર્સેલોના, નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.)

સ્પેનિશ ચેમ્પિયન બાર્સેલોનાએ રવિવારે (સ્થાનિક સમય) ઇટાલિયન ટીમ કોમોને 5-0થી હરાવીને

પ્રી-સીઝન તૈયારીઓ પૂર્ણ કરી અને જોઆન ગેમ્પર ટ્રોફી જીતી. આ મેચ ગોલકીપર

માર્ક-આન્દ્રે ટેર સ્ટેગન અને ક્લબ વચ્ચેના સંબંધોમાં કડવાશ ઓછી કરવાનો સંકેત પણ

આપે છે.

ફર્મિન લોપેઝ અને લેમિન યામાલે મેચમાં બે-બે ગોલ કર્યા, જ્યારે બ્રાઝિલના

રફિન્હાએ પહેલો ગોલ કર્યો. આ મેચ જોહાન ક્રુઇફ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, કારણ કે કેમ્પ નોઉના

આધુનિકીકરણનું કાર્ય હજુ પણ ચાલુ છે. હેન્સી ફ્લિકની ટીમે લીગ ટાઇટલ બચાવવાની

તૈયારીમાં જબરદસ્ત લય દર્શાવ્યો.

ટેર સ્ટેગને મેચ પહેલા પરંપરાગત કેપ્ટનશીપ ભાષણ આપ્યું.

તાજેતરમાં, ક્લબ સાથે તેની

પીઠની ઇજા અંગે વિવાદ થયો હતો, પરંતુ 33 વર્ષીય જર્મન ગોલકીપરે કહ્યું, ક્લબ અને મારી

વચ્ચેનો મુદ્દો ઉકેલવો મહત્વપૂર્ણ હતો, હવે આગળ જોવાનો સમય છે. અમે ફરીથી બધી ટ્રોફી માટે લડીશું

અને આશા છે કે તમારી મદદથી અમે બધા ટાઇટલ જીતીશું.

બે દિવસ પહેલા જ તેને કેપ્ટનશીપ પાછી સોંપવામાં આવી હતી.

બાર્સેલોનાએ અંગ્રેજી ફોરવર્ડ માર્કસ રાશફોર્ડને પણ અવેજી ખેલાડી તરીકે તક આપી હતી, જે બે અઠવાડિયા

પહેલા માન્ચેસ્ટર યુનાઇટેડથી લોન પર ટીમમાં જોડાયો હતો. રાશફોર્ડે રાફિન્હાના

ગોલમાં મદદ કરી, પરંતુ બોલને ખાલી

ગોલમાં નાખવાની એક સરળ તક પણ ચુકી ગયા.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande