લંડન, નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.)
રવિવારે લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે રમાયેલી કોમ્યુનિટી શીલ્ડ મેચમાં, ક્રિસ્ટલ પેલેસે
પ્રીમિયર લીગ ચેમ્પિયન લિવરપૂલને, પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી હરાવીને ટાઇટલ
જીત્યું. નિર્ધારિત સમયમાં મેચ 2-2થી ડ્રો રહી.
ગોલકીપર ડીન હેન્ડરસન, ફરી એકવાર પેનલ્ટી બચાવવાની પોતાની
શાનદાર ક્ષમતા બતાવી.જેમ કે તેણે એફએકપ ફાઇનલમાં કર્યું હતું. સબસ્ટિટ્યુટ જસ્ટિન
ડેવેનીએ પેલેસને જીત અપાવવા માટે, નિર્ણાયક પેનલ્ટી ગોલ કર્યો. લિવરપૂલ માટે, મોહમ્મદ સલાહે
બાર ઉપર પ્રથમ પેનલ્ટી ફટકારી, જ્યારે હેન્ડરસનએ એલેક્સિસ મેક એલિસ્ટર અને હાર્વે એલિયટના
શોટ રોક્યા.
મેચની શરૂઆતમાં લિવરપૂલે લીડ મેળવી. ચોથી મિનિટમાં, નવા ખેલાડી
હ્યુગો એકિટીકે ફ્લોરિયન વિર્ટ્ઝ સાથે શાનદાર સંકલન બાદ ગોલ કર્યો. 17મી મિનિટે, જીન-ફિલિપ માટેટાએ
વર્જિલ વાન ડાઈકના ફાઉલ પર, મળેલી પેનલ્ટીમાં રૂપાંતર કરીને પેલેસ માટે બરાબરી
કરી.
20મી મિનિટે, જેરમી
ફ્રીમ્પોંગે લિવરપૂલ માટે બીજો ગોલ કર્યો, જે ક્રોસ પ્રયાસ દરમિયાન પોસ્ટ પર વાગ્યો અને ગોલમાં ગયો. આ
પછી, એકિટીકે બીજા
હાફમાં લિવરપૂલની લીડ વધારવા માટે બે તકો ગુમાવી.
77મી મિનિટે, ઇસ્માઇલા સારે એ,
પેલેસ માટે બીજો ગોલ કરીને સ્કોર 2-2 કર્યો. છેલ્લી મિનિટોમાં, પેલેસે વિજયી ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેચ
પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ, જ્યાં ડેવેનીએ
વિજયી શોટ માર્યો.
આ જીત સાથે, ક્રિસ્ટલ પેલેસે, વેમ્બલી ખાતે સતત ત્રીજી જીત નોંધાવી.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ