એસઆઈઆર સામે વિપક્ષનો વિરોધ, પોલીસે રાહુલ, અખિલેશ અને અન્ય ઘણા નેતાઓની અટકાયત કરી
નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.) બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) અને ચૂંટણીમાં ''મત ચોરી''નો આરોપ લગાવતા કોંગ્રેસની આગેવાની હેઠળના ભારતીય ગઠબંધનના સાંસદોએ સોમવારે સંસદ ભવનથી ચૂંટણી પંચના મુખ્યાલય સ
વિરોધ


નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.) બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ

રિવિઝન (એસઆઈઆર) અને ચૂંટણીમાં 'મત ચોરી'નો આરોપ લગાવતા

કોંગ્રેસની આગેવાની હેઠળના ભારતીય ગઠબંધનના સાંસદોએ સોમવારે સંસદ ભવનથી ચૂંટણી

પંચના મુખ્યાલય સુધી વિરોધ કૂચ કાઢી હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના

મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકેઅને અન્ય ઘણા

પક્ષોના વરિષ્ઠ નેતાઓ તેમાં હાજર હતા.

લગભગ એક કલાક ચાલેલા વિરોધ પ્રદર્શન દરમિયાન, સાંસદોએ 'મત ચોરી બંધ કરો' અને ' એસઆઈઆર સમાપ્ત

કરો' જેવા નારા

લગાવ્યા. ઘણા નેતાઓએ સફેદ ટોપી પહેરી હતી, જેના પર 'એસઆઈઆર' અને 'મત ચોરી' લખેલું હતું અને તેના પર રેડ ક્રોસનું ચિહ્ન બનાવવામાં

આવ્યું હતું.

આ વિરોધ કૂચને રોકવા માટે, પોલીસે સંસદ ભવનથી થોડા અંતરે આરબીઆઈ ગેટ પાસે

બેરિકેડિંગ કરી દીધું હતું. સાંસદો બેરિકેડિંગ નજીક પહોંચતા જ તેમને ત્યાં

રોકવામાં આવ્યા. વિરોધમાં,

અખિલેશ યાદવ, આદિત્ય યાદવ અને

ધર્મેન્દ્ર યાદવ બેરિકેડ પાર કરીને કૂદી પડ્યા. આ દરમિયાન, સ્થળ પર ભારે

પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું અને વિરોધ ઉગ્ર બનતા જ પોલીસે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ સહિત ઘણા

વિપક્ષી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે,” એસઆઈઆરની

આડમાં લાખો નામો દૂર કરવામાં આવી રહ્યા છે અને આ લોકશાહીની વિરુદ્ધ છે.”

વિપક્ષનું કહેવું છે કે,” આ પ્રક્રિયા નિષ્પક્ષ ચૂંટણીની

ભાવનાની વિરુદ્ધ છે. સરકાર ચૂંટણી લાભ માટે, મતદાર યાદીમાં છેડછાડ કરી રહી છે.

નેતાઓએ ચૂંટણી પંચને આ પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી અને કહ્યું

હતું કે, જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande