ભારતે અસીમ મુનીરની ધમકીઓને, બેજવાબદાર ગણાવી
નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.) ભારતે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર દ્વારા, તેમની અમેરિકા મુલાકાત દરમિયાન આપવામાં આવેલી પરમાણુ ધમકીઓને બેજવાબદાર ગણાવી છે. ભારતે એ વાતનો પણ અફસોસ વ્યક્ત કર્યો છે કે,” આ નિવેદન મિત્ર
ભારતે અસીમ મુનીરની ધમકીઓને, બેજવાબદાર ગણાવી


નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.) ભારતે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ

અસીમ મુનીર દ્વારા, તેમની અમેરિકા મુલાકાત દરમિયાન આપવામાં આવેલી પરમાણુ ધમકીઓને

બેજવાબદાર ગણાવી છે. ભારતે એ વાતનો પણ અફસોસ વ્યક્ત કર્યો છે કે,” આ નિવેદન મિત્ર

દેશની ભૂમિ પરથી આવ્યું છે.”

ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપી હતી કે,” આતંકવાદી

જૂથો સાથે લશ્કરની સંગત ધરાવતા દેશમાં પરમાણુ શસ્ત્રોની સલામતી અંગે ગંભીર શંકાઓ

છે.”

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોમવારે જણાવ્યું

હતું કે, અમારું ધ્યાન

પાકિસ્તાની આર્મી ચીફ દ્વારા તેમની અમેરિકા મુલાકાત દરમિયાન કરવામાં આવેલી કથિત

ટિપ્પણીઓ તરફ દોરવામાં આવ્યું છે. પાકિસ્તાનને પરમાણુ શસ્ત્રોની ધમકી આપવાની આદત

છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આ ધમકીઓમાં છુપાયેલી બેજવાબદારી સમજી શકે છે.

જયસ્વાલે કહ્યું કે,” આ દેશ (પાકિસ્તાન) ફક્ત આતંકવાદી જૂથો

સાથે જ નથી, પરંતુ તેના

પરમાણુ કમાન્ડ અને નિયંત્રણની સ્થિતિ પણ શંકાસ્પદ છે.”

તેમણે પુનરોચ્ચાર કર્યો કે,” ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી

દીધું છે કે, તે કોઈપણ પ્રકારના પરમાણુ બ્લેકમેલને વશ નહીં થાય અને તેની રાષ્ટ્રીય

સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખશે.”

હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande