ધરાલી દુર્ઘટનાનો આઠમો દિવસ: હર્ષિલના ભાગીરથીમાં બનેલા તળાવમાંથી પાણી કાઢવાની સાથે, ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ ચાલુ
દેહરાદૂન, નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.). ઉત્તરકાશીમાં ધરાલી દુર્ઘટના પછી, હર્ષિલમાં ગંગા ભાગીરથી નદીમાં બનેલા તળાવમાંથી પાણી કાઢવાની સાથે ગુમ થયેલા લોકોની શોધખોળની કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે. આ ઉપરાંત, વહીવટીતંત્રે આ દુર્ઘટનામાં ઘર ગુમાવનારા લ
તળાવમાંથી પાણી કાઢવાની સાથે, ગુમ થયેલા લોકોની શોધખોળની કામગીરી ચાલુ


દેહરાદૂન, નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.). ઉત્તરકાશીમાં ધરાલી દુર્ઘટના પછી, હર્ષિલમાં ગંગા ભાગીરથી નદીમાં બનેલા તળાવમાંથી પાણી કાઢવાની સાથે ગુમ થયેલા લોકોની શોધખોળની કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે. આ ઉપરાંત, વહીવટીતંત્રે આ દુર્ઘટનામાં ઘર ગુમાવનારા લોકોને તાત્કાલિક સહાય માટે 5-5 લાખ રૂપિયાના ચેકનું વિતરણ પણ કર્યું છે. ગંગોત્રીના ધારાસભ્ય સુરેશ ચૌહાણે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત લોકોને સહાય આપવામાં આવી છે અને હવે ગુમ થયેલા લોકોને શોધવાની કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી રહી છે.

ધરાલી દુર્ઘટનાનો આજે આઠમો દિવસ છે. આ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવવાની કામગીરી પૂર્ણ થયા પછી, સરકાર હવે ગુમ થયેલા લોકોની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ પણ આ દુર્ઘટનાની સમીક્ષા કરી હતી અને હવે તળાવમાંથી પાણી કાઢવા તેમજ ગુમ થયેલા લોકોની શોધ ઝડપી બનાવવાના નિર્દેશો આપ્યા છે. ગઢવાલ ડિવિઝનના કમિશનરના જણાવ્યા અનુસાર, 43 લોકો ગુમ છે અને તેમને ટૂંક સમયમાં શોધવા માટે વધારાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હર્ષિલમાં બનેલા તળાવમાંથી પાણી કાઢવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. સોમવારે તળાવમાંથી કાટમાળ કાઢતી વખતે, એક જેસીબી પણ તળાવમાં ડૂબી ગયું. ડ્રાઇવર અને ઓપરેટરે જેસીબી માંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. ઉત્તરાખંડ જળ વિદ્યુત નિગમ, સિંચાઈ વિભાગ અને અન્ય વિભાગો પણ તળાવમાંથી પાણી કાઢવામાં સતત રોકાયેલા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યએ જણાવ્યું હતું કે, નીચલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં તળાવમાંથી પાણી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગંગાણીમાં વેલી બ્રિજ પરથી વાહનોની અવરજવર બંધ થયા પછી, હવે ડબરાણીમાં રસ્તા પર અવરજવર શરૂ કરવાનું કામ પણ આજે ઝડપી બનાવવામાં આવ્યું છે. ઉત્તરકાશીના જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે, ધરાલીમાં મૃતકો અને ગુમ થયેલા લોકોની યાદી પણ જાહેર કરી છે.

હિન્દુસ્થાન સમાચાર/વિનોદ પોખરિયાલ/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande