કુલગામમાં 12મા દિવસે પણ, આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલુ છે....
કુલગામ, નવી દિલ્હી,12 ઓગસ્ટ (હિ.સ.) કુલગામના અખાલના જંગલમાં મંગળવારે પણ 12મા દિવસે પણ આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલુ રહી. કુદરતી ગુફાઓ અને જંગલના ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને, ખતમ કરવા માટે સુરક્ષા દળોએ પોતાની તાકાત બમણ
સેના


કુલગામ, નવી દિલ્હી,12 ઓગસ્ટ (હિ.સ.)

કુલગામના અખાલના જંગલમાં મંગળવારે પણ 12મા દિવસે પણ આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલુ

રહી. કુદરતી ગુફાઓ અને જંગલના ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને, ખતમ કરવા માટે

સુરક્ષા દળોએ પોતાની તાકાત બમણી કરી દીધી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે,” આ કાર્યવાહી હજુ પણ ચાલુ

છે. સુરક્ષા દળો ગુફા જેવા માળખામાં છુપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરી

રહ્યા છે.”

તેમણે કહ્યું કે,” જંગલમાં હાજર આતંકવાદીઓ ખૂબ જ તાલીમ

પામેલા હોવાનું માનવામાં આવે છે. કારણ કે, તેઓ ડ્રોનથી બચવા માટે ગાઢ જંગલોનો લાભ

લઈ રહ્યા છે.”

જિલ્લાના અકાલ વન વિસ્તારમાં 1 ઓગસ્ટથી શરૂ થયેલા અથડામણમાં

બે સેનાના જવાનો શહીદ થયા છે જ્યારે નવ અન્ય ઘાયલ થયા છે.

અથડામણમાં બે આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. માર્યા ગયેલા

આતંકવાદીઓ અને તેમના જૂથની ઓળખ હજુ સુધી મળી નથી. તાજેતરના વર્ષોમાં કાશ્મીર

ખીણમાં આ સૌથી લાંબી આતંકવાદ વિરોધી કાર્યવાહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે,” જમ્મુ અને કાશ્મીર પોલીસ વડા

નલિન પ્રભાત અને આર્મી નોર્ધન કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા ચોવીસ કલાક

ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.”

સુરક્ષા દળોએ આતંકવાદીઓ પર નજર રાખવા માટે ડ્રોન અને

હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande