છત્તીસગઢના ઇલેક્ટ્રિક વાહન ખરીદદારોને મળી 138 કરોડ રૂપિયાથી વધુની સબસિડી : કેન્દ્રિય રાજ્ય પ્રધાન
રાયપુર, 12 ઓગસ્ટ (હિ.સ.): છત્તીસગઢમાં ઇલેક્ટ્રિક વાહન (ઈવી) ખરીદનાર ગ્રાહકોને કેન્દ્ર સરકાર તરફથી મોટી રાહત મળી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના ખરીદદારોને બે મુખ્ય ઈવી પ્રોત્સાહન યોજનાઓ હેઠળ 138 કરોડ રૂપિયાથી વધુની સબસિડી આપવામાં આવી છે. કેન્દ્રિય ભા
કેન્દ્રીય રાજ્ય મંત્રી


રાયપુર, 12 ઓગસ્ટ (હિ.સ.): છત્તીસગઢમાં ઇલેક્ટ્રિક વાહન (ઈવી) ખરીદનાર ગ્રાહકોને કેન્દ્ર સરકાર તરફથી મોટી રાહત મળી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના ખરીદદારોને બે મુખ્ય ઈવી પ્રોત્સાહન યોજનાઓ હેઠળ 138 કરોડ રૂપિયાથી વધુની સબસિડી આપવામાં આવી છે. કેન્દ્રિય ભારે ઉદ્યોગ રાજ્ય પ્રધાન ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માએ, આ માહિતી મંગળવારે લોકસભામાં રાયપુરના સાંસદ બૃજમોહન અગ્રવાલના પ્રશ્નના ઉત્તર તરીકે આપી હતી.

કેન્દ્રિય રાજ્ય પ્રધાન વર્માએ જણાવ્યું હતું કે એપ્રિલ 2022 થી માર્ચ 2024 દરમિયાન રાજ્યમાં 33,552 ઇલેક્ટ્રિક વાહનો વેચાયા હતા. આ અવધિમાં ખરીદદારોને કુલ 121.26 કરોડ રૂપિયાની સબસિડીનો લાભ મળ્યો હતો. ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024, જે માત્ર છ મહિના એટલે કે એપ્રિલ થી સપ્ટેમ્બર 2024 સુધી જ અમલમાં રહી, તેનો પણ નોંધપાત્ર અસર જોવા મળી હતી. આ દરમ્યાન છત્તીસગઢમાં 13,091 ઇલેક્ટ્રિક બેપહિયા અને ત્રિપહિયા વાહનો વેચાયા હતા, જેમાં ખરીદદારોને કુલ 16.74 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી.

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ બંને યોજનાઓ હેઠળ ખરીદદારોને અલગથી અરજી કરવાની જરૂર પડતી નથી. સબસિડી સીધે જ વાહનની ખરીદી કિંમતમાંથી ઘટાડી દેવામાં આવે છે અને ત્યારબાદ ભારે ઉદ્યોગ મંત્રાલય આ રકમ મૂળ સાધન ઉત્પાદક કંપનીઓને (OEM) પાછી ચુકવે છે. આ કારણે રાજ્યમાં કોઈપણ પ્રકારનું ચૂકવણી બાકી નથી. બેટરીથી ચાલતા સ્કૂટર, ત્રિપહિયા અને કારોની વધતી લોકપ્રિયતા અને સરકારના સતત સહકાર સાથે છત્તીસગઢમાં સ્વચ્છ અને હરિત પરિવહન તરફનો બદલાવ ઝડપથી ગતિ પકડી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ગાયત્રી પ્રસાદ ધીવર / રામાનુજ શર્મા

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande