નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) તાજેતરમાં જ્યોર્જિયામાં યોજાયેલ ફિડેવર્લ્ડ કપ જીતીને
ઇતિહાસ રચનાર ભારતીય ગ્રાન્ડમાસ્ટર દિવ્યા દેશમુખે સોમવારે, ચીની ગ્રેડમેન લેઈ
ટિંગજીને 10-3 થી હરાવીને
મહિલા સ્પીડ ચેસ ચેમ્પિયનશિપ 2025 ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.
19 વર્ષીય દિવ્યાએ
શરૂઆતના રાઉન્ડમાં જ લેઈ પર પ્રભુત્વ મેળવ્યું અને શાનદાર જીત નોંધાવી. હવે
ક્વાર્ટર ફાઇનલમાં, તેનો સામનો ત્રણ
વખતની વિશ્વ ચેમ્પિયન અને ચીની જીએમ હાઉ યિફાન સામે થશે. આ મેચ ગુરુવારે રમાશે.
ભારતની અન્ય એક સહભાગી, આર. વૈશાલી, પહેલાથી જ બહાર થઈ ગઈ છે. તે ગયા અઠવાડિયે અમેરિકન આઇએમ
એલિસ લી સામે 6-8 થી હારી ગઈ હતી.
મહિલા સ્પીડ ચેસ ચેમ્પિયનશિપ એક ઓનલાઈન નોકઆઉટ ટુર્નામેન્ટ
છે, જેમાં 16 ખેલાડીઓ ભાગ લે
છે. આમાં આઠ ક્વોલિફાયર અને આઠ સીધા આમંત્રિત ખેલાડીઓનો સમાવેશ થાય છે. કુલ ઇનામની
રકમ અમેરિકી ડોલર 75,000 છે, જેમાંથી વિજેતાને
7,000 ડોલર મળશે.
પ્રથમ અને ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં ત્રણ સેગમેન્ટ હોય છે -
પહેલા 45 મિનિટ માટે 5+1 ગેમ, પછી 3+1 ગેમ 30 મિનિટ માટે અને
અંતે 1+1 ગેમ 15 મિનિટ માટે.
સેમિફાઇનલ અને ફાઇનલમાં સમય અવધિ વધુ લંબાવવામાં આવે છે. જીત એક પોઈન્ટ કમાય છે
અને ડ્રો અડધો પોઈન્ટ કમાય છે.
પ્રથમ સેગમેન્ટ પછી, દિવ્યા 3.5-0.5 થી આગળ હતી. બીજા સેગમેન્ટના અંત સુધીમાં, તેણીએ પોતાની લીડ
7.5-1.5 સુધી વધારી અને
પછી અંતિમ સેગમેન્ટ 2.5-1.5 થી જીતીને મેચ
જીતી.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ