ભારત-પાકિસ્તાન સરહદ પર સાડા આઠ કરોડનું હેરોઈન જપ્ત
બીકાનેર, નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.). બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ની ગુપ્ત માહિતીના આધારે, પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 1.665 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા હેરોઈનની કિંમત આંતરર
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 1.665 કિલો હેરોઈન જપ્ત કરાયું


બીકાનેર, નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.). બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ની ગુપ્ત માહિતીના આધારે, પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 1.665 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 8.50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ગુપ્તચર શાખા બિકાનેરના ડેપ્યુટી કમાન્ડન્ટ મહેશ ચંદ જાટે મંગળવારે જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસ ખજુવાલા સાથે ગામ 21 બી ડી વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન, બંદરી પોસ્ટ નજીક કાદવમાંથી એક પેકેટ મળી આવ્યું હતું. તેને ખોલતા, તેમાં 1.655 કિલો ડ્રગ મળી આવ્યું હતું. આ પેકેટ છ અલગ અલગ સ્તરોમાં પેક કરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલાં, આ પોસ્ટ પર, તત્કાલીન ડીઆઈજી પુષ્પેન્દ્ર સિંહના નેતૃત્વમાં, બીએસએફ એ ત્રણસો કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું હતું, જે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હતી.

જાટે જણાવ્યું હતું કે, બીએસએફ બિકાનેરની ગુપ્તચર શાખા સરહદી વિસ્તારમાં ખૂબ જ સતર્કતાથી પોતાની ફરજો બજાવી રહી છે જેથી આ વિસ્તારને ડ્રગ્સ અને ગુના મુક્ત બનાવી શકાય. આ અભિયાનમાં સેકન્ડ ઇન કમાન્ડ શિવ ભાસ્કર તિવારી, ડેપ્યુટી કમાન્ડન્ટ અરુણ કુમાર, 96મી બટાલિયનના ઇન્સ્પેક્ટર ઇન્દ્રજ સિંહ બડસરા અને ગુપ્તચર શાખા બિકાનેરના ઇન્સ્પેક્ટર કમલેશ કુમારે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / રાજીવ / સંદીપ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande