રવીન્દ્રનાથ ટાગોરના નાટક ચાંડાલિકાના મંચે, અનેક નૃત્ય વિધાઓના અદ્ભુત જોડાણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા
નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) સામાજિક સંવાદિતાનો સંદેશ આપતા રવીન્દ્રનાથ ટાગોરના નાટક ચાંડાલિકાની અદ્ભુત રજૂઆતે, પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. કથક સહિત અનેક નૃત્ય સ્વરૂપોના સંગમ સાથે ચાંડાલિકા નાટકની સંગીતમય રજૂઆતે દિલ્હીન
નાટિકા


નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) સામાજિક સંવાદિતાનો સંદેશ આપતા રવીન્દ્રનાથ

ટાગોરના નાટક ચાંડાલિકાની અદ્ભુત રજૂઆતે, પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી

દીધા. કથક સહિત અનેક નૃત્ય સ્વરૂપોના સંગમ સાથે ચાંડાલિકા નાટકની સંગીતમય રજૂઆતે

દિલ્હીના લોકોને માત્ર મંત્રમુગ્ધ કર્યા જ નહીં પરંતુ તેમને સમાજના વિવિધ પાસાઓ

વિશે વિચારવા માટે પણ મજબૂર કર્યા. પ્રસંગ હતો ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરના

સહયોગથી આયોજિત, ચાંડાલિકા નૃત્ય નાટકનું મંચીકરણ, જે કથક ધરોહર નામની સંસ્થા દ્વારા તૈયાર

કરવામાં આવ્યું હતું. સોમવારે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે કથક ધરોહર

દ્વારા આયોજિત નૃત્ય નાટકનું દિગ્દર્શન સદાનંદ વિશ્વાસ દ્વારા કરવામાં આવ્યું

હતું. તેઓ કથક ધરોહરના સ્થાપક પણ છે.

કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી થઈ હતી. આ પ્રસંગે ડૉ.

આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરના ડિરેક્ટર આકાશ પાટિલ, કથક ધરોહરના પ્રમુખ પ્રવીણ શર્મા સહિત અનેક

મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા, કથક ધરોહરના

પ્રમુખ પ્રવીણ શર્માએ જણાવ્યું હતું કે,” આ સંસ્થાની 14મી વર્ષગાંઠ છે.

આ પ્રસંગે, તેમના નાટક

ચાંડાલિકા દ્વારા રવિન્દ્રનાથ ટાગોરને યાદ કરવા કરતાં વધુ સારું શું હોઈ શકે. તે

દેશના ગૌરવશાળી સાહિત્ય અને તેના ઇતિહાસને ઉજાગર કરે છે. આ નૃત્ય નાટક કથક અને

અન્ય ઘણી નૃત્ય પરંપરાઓનું એક અનોખું મિશ્રણ છે.”

ચાંડાલિકા

એ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી એક પ્રખ્યાત વાર્તા છે, જે નીચી જાતિની

છોકરી પ્રકૃતિ અને બૌદ્ધ ભિક્ષુ વચ્ચેના પ્રેમ અને સામાજિક અસમાનતાના વિષયો પર

કેન્દ્રિત છે. વાર્તામાં,

ચાંડાલ

(અસ્પૃશ્ય) જાતિની પ્રકૃતિ કૂવામાંથી પાણી ભરતી વખતે આનંદને મળે છે. આનંદ, જે એક ભિક્ષુ છે, તેની પાસેથી પાણી

માંગે છે, જે પ્રકૃતિને હેરાન

કરે છે. કારણ કે, ઉચ્ચ જાતિના લોકો અસ્પૃશ્યોનું પાણી લેતા નથી. આનંદનું આ વર્તન,

પ્રકૃતિને હલાવી દ્યે છે અને તે તેના પ્રેમમાં પડી જાય છે. તે તેની માતા પાસેથી મંત્રનો

પાઠ કરીને, આનંદને તેના ઘરે બોલાવવા દબાણ કરે છે, જેનાથી વાર્તામાં સામાજિક અને વ્યક્તિગત સંઘર્ષ

નિર્માણ કરે છે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande