એથ્લેટિક્સ: ગુલવીર સિંહે હંગેરીમાં, 3000 મીટરની દોડમાં પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ સુધાર્યો
નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય મધ્યમ અને લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે મંગળવારે, હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત હંગેરિયન એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસમાં પુરુષોની 3000 મીટર દોડમાં, પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ સુધાર્યો. ગ
સ્પર્ધા


નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય મધ્યમ અને લાંબા અંતરના દોડવીર

ગુલવીર સિંહે મંગળવારે, હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત હંગેરિયન એથ્લેટિક્સ ગ્રાન્ડ

પ્રિકસમાં પુરુષોની 3000 મીટર દોડમાં,

પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ સુધાર્યો.

ગુલવીર 7 મિનિટ 34.49 સેકન્ડના સમય સાથે, પાંચમા સ્થાને રહ્યો. કેન્યાના મેથ્યુ

કિપસાંગે 7 મિનિટ 33.23 સેકન્ડમાં દોડ

પૂરી કરીને પ્રથમ સ્થાન મેળવ્યું.

આ ઇવેન્ટમાં ગુલવીરનું આ પહેલાનું શ્રેષ્ઠ પ્રદર્શન 7 મિનિટ 38.26 સેકન્ડ હતું, જે તેણે

ફેબ્રુઆરી 2025માં, બોસ્ટન

યુનિવર્સિટી ડેવિડ હેમરી વેલેન્ટાઇન ઇન્વિટેશનલમાં બનાવ્યું હતું.

27 વર્ષીય ગુલવીર, 5000 મીટર અને 10,000 મીટરમાં

રાષ્ટ્રીય રેકોર્ડ ધારક પણ છે. તાજેતરમાં તેણે, એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આ

બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

ગુલવીરે 5૦૦૦ મીટર દોડમાં 13 મિનિટ ૦1.૦૦ સેકન્ડના પ્રવેશ

ધોરણમાં સુધારો કરીને આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ (ટોક્યો) માટે ક્વોલિફાય કર્યું.

ફેબ્રુઆરીમાં બોસ્ટન યુનિવર્સિટી ટ્રેક એન્ડ ટેનિસ સેન્ટર ખાતે તેણે 12 મિનિટ 59.77

સેકન્ડનો સમય કાઢ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande