બદરી-કેદાર ધામનો પ્રસાદ સ્પીડ પોસ્ટ દ્વારા ભક્તો સુધી પહોંચશે
દહેરાદુન, નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી) એ, એમઓયુ હેઠળ સ્પીડ પોસ્ટ દ્વારા ભક્તોને પ્રસાદ મોકલવાની સેવા ઔપચારિક રીતે શરૂ કરી છે. બીકેટીસી દ્વારા સ્પીડ પોસ્ટ માટે પ્રસાદના 42 પેકેટ ટપાલ વિભાગને સોંપવામાં આવ્યા હતા
સ્પીડ પોસ્ટ દ્વારા ભક્તોને બદ્રી-કેદારનો પ્રસાદ મોકલવાની સેવા


દહેરાદુન, નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી) એ, એમઓયુ હેઠળ સ્પીડ પોસ્ટ દ્વારા ભક્તોને પ્રસાદ મોકલવાની સેવા ઔપચારિક રીતે શરૂ કરી છે. બીકેટીસી દ્વારા સ્પીડ પોસ્ટ માટે પ્રસાદના 42 પેકેટ ટપાલ વિભાગને સોંપવામાં આવ્યા હતા.

ગુરુવારે, બીકેટીસી ના પ્રમુખ હેમંત દ્વિવેદીએ કેનાલ રોડ પર સ્થિત ઓફિસના કાર્યક્રમમાં દેહરાદૂન સ્થિત ભારતીય પોસ્ટ ઓફિસ સબ ડિવિઝનલ અધિકારીઓને ભગવાન બદ્રી વિશાલ અને ભગવાન કેદારનાથ પ્રસાદના પેકેટ સોંપ્યા હતા.

આ પ્રસંગે, બીકેટીસી ના પ્રમુખ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, બીકેટીસી એ ધામોનો પ્રસાદ ભક્તો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ટપાલ વિભાગ સાથે કરાર કર્યો છે. જે હેઠળ પોસ્ટ ઓફિસના પ્રતિનિધિઓ બીકેટીસી ના કેનાલ રોડ ઓફિસમાંથી સ્પીડ પોસ્ટ માટે પ્રસાદના પેકેટ પ્રાપ્ત કરશે. ભગવાન બદ્રી વિશાલ અને ભગવાન કેદારનાથની લાંબા ગાળાની પૂજા કરનારા ભક્તોને પાંચથી દસ વર્ષ સુધી દર વર્ષે પ્રસાદ મોકલવામાં આવશે.

આ પ્રસંગે બીકેટીસી ના મુખ્ય કાર્યકારી અધિકારી વિજય પ્રસાદ થાપલિયાલ, સહાયક નિયામક (માર્કેટિંગ) આશિષ કુમાર, સહાયક પોસ્ટલ સુપ્રિટેન્ડેન્ટ દિનેશ તોમર અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ યવન કુમાર ગુપ્તા વગેરે હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande